ઘરના આંગણામાં રાખેલા ટેલિસ્કોપથી ઝડપ્યા આકાશના અદ્ભુત નજારા

07 December, 2022 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે ત્રણ બાળકોના પિતા જેમ્સ ફ્લાનગને પોતાની પાસે એક ટેલિસ્કોપ વસાવ્યું છે જેની મદદથી તેણે ચંદ્રની પર્વતમાળાઓ, મંગળની ધૂળવાળી લાલ સપાટી અને આકાશમાં ધૂળ અને ગૅસથી બનેલા નેબ્યુલાઓના શાનદાર ફોટોઝ પાડ્યા છે.

ઘરના આંગણામાંથી ચંદ્રની પર્વતમાળાઓ, મંગળની ધૂળવાળી સપાટી અને હજારો પ્રકાશ વર્ષ દૂર આવેલા નેબ્યુલાસના ફોટોઝ પાડ્યા છે.

જો તમે નસીબદાર હો તો તમારા ઘરની અગાસી પરથી પણ તમે કેટલાક ચમકતા તારાઓ જોઈ શકો. જોકે ત્રણ બાળકોના પિતા જેમ્સ ફ્લાનગને પોતાની પાસે એક ટેલિસ્કોપ વસાવ્યું છે જેની મદદથી તેણે ચંદ્રની પર્વતમાળાઓ, મંગળની ધૂળવાળી લાલ સપાટી અને આકાશમાં ધૂળ અને ગૅસથી બનેલા નેબ્યુલાઓના શાનદાર ફોટોઝ પાડ્યા છે. એક શિખાઉ ખગોળશાસ્ત્રીએ ૫.૫ કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલી ગૅલેક્સીઓ જોઈ છે. પોતાના ઘરના આંગણામાંથી જ તેણે શનિનાં વલયો જોયાં છે. જેમ્સ જ્યારે નાના હતા ત્યારે તેમને બર્થ-ડે ગિફ્ટ તરીકે ટેલિસ્કોપ આપવામાં આવ્યું ત્યારથી આકાશમાં જોવાનો તેમનો આ પ્રેમ શરૂ થયો હતો. 

જેમ્સના ટેલિસ્કોપમાં બે કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે. એકથી ગ્રહો તો બીજાની મદદથી ઘણા દૂર આવેલા નેબ્યુલા અને ગૅલેક્સી જોવા માટે ઉપયોગ કરાય છે. જેમ્સના ટેલિસ્કોપમાં બે કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે. એકથી ગ્રહો તો બીજાની મદદથી ઘણા દૂર આવેલા નેબ્યુલા અને ગૅલેક્સી જોવા માટે ઉપયોગ કરાય છે. 

offbeat news