બે વજાઈના ધરાવતી મહિલાએ જણાવી આપવીતી

16 October, 2021 08:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્થિતિને લીધે સંભોગ કરવું કે બાળકને જન્મ આપવો તેને માટે મુશ્કેલ જ નહીં, જોખમી પણ છે. એકાદ વર્ષ પછી સર્જરી કરાવીને બાર્ટલેટની સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી.

બે વજાઈના ધરાવતી મહિલાએ જણાવી આપવીતી

ઑસ્ટ્રેલિયાની એક મહિલાએ તેનો બાળપણનો ચોંકાવનારો કિસ્સો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. ટી બાર્ટલેટ નામની આ મહિલાએ પોતાનાં સ્મરણોને વાગોળતાં કહ્યું કે ‘બે યોનિમાર્ગ કે વજાઈના હોવા અસામાન્ય બાબત છે અને એને સમજતાં મને ઘણો સમય લાગ્યો હતો. આખી કુમારાવસ્થા પૂરી થયા પછી મને આના વિશે સમજણ પડી હતી.’
શરૂઆતમા ટી બાર્ટલેટને એવું લાગતું હતું કે દરેક મહિલા બે વજાઈ‌ના ધરાવતી હશે, પણ છેક ૧૬ વર્ષની ઉંમરે તેની મમ્મી અને બેસ્ટ ફ્રેન્ડ સાથેની વાતચીતમાં તેને ખબર પડી કે ખરેખર યોનિમાર્ગ એક જ હોવો જોઈએ. બાર્ટલેટે જ્યારે બે યોનિમાર્ગનો ઉલ્લેખ કર્યો ત્યારે પહેલાં તો તેની મમ્મી ચોંકી ગઈ હતી. ત્યાર બાદ ડૉક્ટરનાં સલાહસૂચન લેવામાં આવ્યાં. એના પરથી જાણવા મળ્યું કે બાર્ટલેટને એક વિશેષ શારીરિક સ્થિતિને લીધે બે વજાઈના છે. આ સ્થિતિને લીધે સંભોગ કરવું કે બાળકને જન્મ આપવો તેને માટે મુશ્કેલ જ નહીં, જોખમી પણ છે. એકાદ વર્ષ પછી સર્જરી કરાવીને બાર્ટલેટની સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી.
ટીએ કહ્યું કે આ વિશેષ શારીરિક સ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવા મેં સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને મારી પોસ્ટ સામે ઘણી યુવતીઓએ કમેન્ટ કરીને કહ્યું છે કે અમે પણ આવી સ્થિતિ ધરાવીએ છીએ. 

offbeat news international news