ઓ બાપ રે! ચિતા પર સુવડાવેલી મહિલાને પરસેવો વળ્યો

01 September, 2024 09:57 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના શિવપુરીના DEO કર્મચારી રવીન્દ્ર શ્રીવાસ્તવનાં ૫૬ વર્ષનાં પત્ની અનીતાને ટાઇફૉઈડ થયો હતો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

મધ્ય પ્રદેશના શિવપુરીના DEO કર્મચારી રવીન્દ્ર શ્રીવાસ્તવનાં ૫૬ વર્ષનાં પત્ની અનીતાને ટાઇફૉઈડ થયો હતો. ૨૯મીએ તબિયત વધુ લથડતાં પરિવાર તેમને હૉસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ ૩૦મીએ તેમનું મૃત્યુ થયું હતું. શુક્રવારે સવારે સ્મશાનમાં અંતિમ સંસ્કારની વિધિ ચાલતી હતી. અનીતા શ્રીવાસ્તવનો મૃતદેહ ચિતા પર સુવડાવી દેવાયો હતો. એવામાં કોઈ સ્વજનની નજર મૃતદેહ પર પડી અને તેઓ ચોંકી ગયા. મૃતદેહને પરસેવો વળી રહ્યો હતો. પાંપણ ફરકતી હતી અને આંખમાંથી આંસુ નીકળતાં હતાં. તપાસ્યું તો મહિલાનું ઠંડું પડી ગયેલું શરીર ધીમે-ધીમે ગરમ થઈ રહ્યું હતું. પરિવાર અને સ્વજનો અનીતાબહેનને જીવતી સમજીને ફરીથી મેડિકલ કૉલેજ લઈ ગયા. ત્યાં ફરીથી તેમનું ચેકિંગ થયું. ECG પણ કરાવ્યું, પરંતુ છેવટે તેમને મૃત્યુ પામેલાં જાહેર કરવામાં આવ્યાં હતાં.

offbeat news madhya pradesh india viral videos