ભીનો પેપર-ટૉવેલ તમને કાંદા કાપતી વખતે રડતાં રોકશે

10 April, 2021 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ પણ વ્યક્તિની કાંદો કાપતી વખતે આંખ બળવા માંડે છે અને આંખમાંથી પાણી વહેવા માંડે છે, પરંતુ હવે આ સમસ્યાનું પણ સમાધાન શોધાઈ ચૂક્યું છે. 

ભીનો પેપર-ટૉવેલ તમને કાંદા કાપતી વખતે રડતાં રોકશે

આપણા રસોડામાં અને કદાચ વિશ્વના કોઈ પણ રસોડામાં કાંદો એક એવી ચીજ છે જે રસોઈમાં અત્યંત ઉપયોગી છે. કોઈ પણ શાક કે વરાઇટી બનાવવી હોય તો કાંદો એનો સ્વાદ અનેકગણો વધારી દે છે એ સર્વવિદિત છે. સાથે જ એ પણ એટલું જ સાચું છે કે કોઈ પણ વ્યક્તિની કાંદો કાપતી વખતે આંખ બળવા માંડે છે અને આંખમાંથી પાણી વહેવા માંડે છે, પરંતુ હવે આ સમસ્યાનું પણ સમાધાન શોધાઈ ચૂક્યું છે. 
મૅક્સ મૅક્‍કેન નામના એક ટિકટૉક-યુઝરે કાંદા કાપતાં આંખમાં પાણી ન આવે એની એક સરળ તરકીબ બતાવી અને જોતજોતામાં તેના ૮,૩૦,૦૦૦ ફૉલોઅર્સ થઈ ગયા. આટલું વાંચ્યા બાદ પ્રત્યેક વાચક એ તરકીબ વિશે જાણવા આતુર હશે. મૅક્સનું કહેવું છે કે કાંદો કાપતી વખતે ચૉપિંગ-બોર્ડ પર એક ભીનો પેપર-ટૉવેલ મૂકવાથી આંખમાંથી પાણી નહીં વહે. આની પાછળનું લૉજિક સમજાવતાં તે કહે છે કે કાંદામાં ઍસિડ હોય છે જે તમારી આંખમાંના પાણી એટલે કે આંસુને આકર્ષે છે, પણ ચૉપિંગ-બોર્ડ પર ભીનો પેપર-ટૉવેલ મૂકવાથી કાંદામાંનું ઍસિડ ચૉપિંગ-બોર્ડ પરના ભીના પેપર-ટૉવેલના પાણી તરફ આકર્ષિત થશે અને તમને ‘રડવા’માંથી છુટકારો મળશે. 

offbeat news