આ ભાઈ રસોડામાં વાસણ માંજી રહ્યા હતા ત્યારે સિન્કમાંથી નીકળ્યો ઝેરી સાપ

08 May, 2020 10:25 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

આ ભાઈ રસોડામાં વાસણ માંજી રહ્યા હતા ત્યારે સિન્કમાંથી નીકળ્યો ઝેરી સાપ

સિન્કમાંથી નીકળ્યો ઝેરી સાપ

ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં એક ઘરની અંદર વૉશ-બેસિનની સિન્કમાંથી સાપ નીકળ્યો હતા અને એ વખતે ઘરનો માલિક વાસણ માંજી રહ્યો હતો.
સિન્કમાંથી વાસણ માંજતી વખતે અચાનક સિન્કમાં કાંઈક દેખાયું હતું. પહેલાં તો તે સમજી જ ન શક્યો કે શું છે, પણ જ્યારે સાપ હોવાનું ધ્યાનમાં આવ્યું ત્યારે તેની ચીસ નીકળી ગઈ હતી. આ એક જુવેનાઇલ ઈસ્ટર્ન બ્રાઉન સાપ હતો. ઘરમાલિકે તરત જ સાપ પકડનારને બોલાવ્યો હતો. આ સાપ દુનિયાનો બીજા નંબરનો સૌથી ઝેરી સાપ મનાય છે. ઑસ્ટ્રેલિયાના રેપ્ટાઇલ મ્યુઝિયમના કહેવા મુજબ વિશ્વમાં સર્પદંશથી થતાં મોટા ભાગનાં મૃત્યુ પાછળ આ સાપ જવાબદાર હોય છે.

international news offbeat news