દસ વર્ષની છોકરીના ગળામાં ગાજર ફસાઈ જવાથી તે મૃત્યુ પામી

28 September, 2019 01:57 PM IST  |  અમેરિકા

દસ વર્ષની છોકરીના ગળામાં ગાજર ફસાઈ જવાથી તે મૃત્યુ પામી

મૅરિલિન કોરોન્કિયેવા

નાનાં બાળકો નવું-નવું ખાતાં શીખ્યાં હોય ત્યારે જો કોળિયાના ટુકડા બરાબર ન હોય તો ગળામાં ફસાઈ જાય એવું બને છે. જોકે અમેરિકાના મૅસેચુસેટ્સ રાજ્યના વૉર્સેસ્ટર શહેરની એક સ્કૂલમાં ભણતી મૅરિલિન કોરોન્કિયેવા નામની દસ વર્ષની છોકરી અચાનક ગળામાં ગાજર ભરાઈ જવાને કારણે મૃત્યુ પામી હતી. પાંચમા ધોરણમાં ભણતી મૅરિલિન રિસેસના સમયમાં નાસ્તો કરી રહી હતી અને અચાનક જ તેને ગભરામણ થવા લાગી અને ગળામાં કશુંક અટકી ગયું હોય એવું લાગ્યું. તેની બેચેની વધી ગઈ હતી અને કશું જ ગળી શકતી નહોતી એટલે ઉધરસ ખાઈને ગળું સાફ કરવા તેની બહેનપણી તેને બાથરૂમમાં લઈ ગઈ. જોકે બાથરૂમમાં ગળું સાફ કરવાના ઘણા પ્રયત્ન છતાં કંઈ ફરક ન પડ્યો અને તે કોલૅપ્સ થઈને પડી ગઈ. તરત જ તેની બહેનપણી ટીચર્સને બોલાવી લાવી, તેને ફર્સ્ટ-એઇડ અપાઈ અને ઇમર્જન્સી મેડિકલ હેલ્પ પણ લેવામાં આવી, પરંતુ ગળામાં ગાજર ફસાઈ જવાને કારણે તેના શ્વાસ બંધ થઈ ગયા હતા.

offbeat news