હૈદરાબાદના વિદ્યાર્થીએ વિકસાવ્યું સ્માર્ટ રિસ્ટ બૅન્ડ

29 January, 2021 09:25 AM IST  |  Hyderabad | Mumbai correspondent

હૈદરાબાદના વિદ્યાર્થીએ વિકસાવ્યું સ્માર્ટ રિસ્ટ બૅન્ડ

હૈદરાબાદના વિદ્યાર્થીએ વિકસાવ્યું સ્માર્ટ રિસ્ટ બૅન્ડ

હૈદરાબાદ રહેતા નવમા ધોરણના વિદ્યાર્થી હેમેશ ચેદલવડાની આ વર્ષના બાલ શક્તિ પુરસ્કાર માટે કેન્દ્ર સરકારે પસંદગી કરી છે. ૧૩ વર્ષના હેમેશના એક સંશોધનને કારણે આ પુરસ્કાર માટે તેની પસંદગી કરવામાં આવી છે. હેમેશે વિશિષ્ટ પ્રકારનું સ્માર્ટ રિસ્ટ બૅન્ડ વિકસાવ્યું છે. એ રિસ્ટ બૅન્ડ વૃદ્ધ, અલ્ઝાઇમર્સ કે પાર્કિન્સન્સ જેવી બીમારી ધરાવતા અને અક્ષમ-અપંગ લોકોની નિગરાની રાખવામાં મદદરૂપ થાય છે. તાજેતરમાં તેલંગણના રાજ્યપાલે હેમેશનું આ સિદ્ધિ બદલ સન્માન કર્યું હતું. દેશના ૧૧મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને પ્રેરણામૂર્તિ ગણતા હેમેશે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વડે વિશિષ્ટ રિસ્ટ બૅન્ડ વિકસાવ્યું છે. અલ્ઝાઇમર્સની વ્યાધિ ધરાવતાં દાદીમાની તકલીફો જોઈને હેમેશને કાંડા પર બાંધવાનું સ્માર્ટ ગૅજેટ બનાવવાની ઉત્સુકતા જાગી હતી.

hyderabad national news offbeat news