શ્રીલંકાની એક ગલીમાં સફાઈકામ કરનારે પૈસા ચૂકવવા પડે છે

28 August, 2020 08:46 AM IST  |  Mumbai | Mumbai correspondent

શ્રીલંકાની એક ગલીમાં સફાઈકામ કરનારે પૈસા ચૂકવવા પડે છે

શ્રીલંકાની એક ગલીમાં સફાઈકામ કરનારે પૈસા ચૂકવવા પડે છે

સામાન્ય રીતે જે વ્યક્તિ ઘર, ઑફિસ, મકાન, દુકાન કે ગલીમાં સફાઈકામ કરે તેને મહેનતાણું ચૂકવવામાં આવે છે, પરંતુ શ્રીલંકાના પાટનગર કોલંબોની ‘સી’ સ્ટ્રીટમાં ઝવેરીની દુકાનોમાં સફાઈકામ કરે તેણે દુકાનના માલિકને પૈસા ચૂકવવા પડે છે. માવિન નામનો એક ડ્રગ-ઍડિક્ટ કોલંબોના ઝવેરીઓને પૈસા ચૂકવીને તેમની દુકાનોના બાથરૂમ સાફ કરીને તેના વ્યસનના ખર્ચને પહોંચી વળવા ઉપરાંત આજીવિકા સરસ રીતે ચાલે એટલું કમાઈ લે છે.
સફાઈકામ કરીને તે કેવી રીતે કમાણી કરી શકે છે એ જાણવાની સૌને ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે. જે રીતે આફ્રિકા તથા અન્ય ક્ષેત્રોની સોનાની ખાણોમાં નીચેની રેતી સાફ કરીને ઍસિડ તથા બોરેક્સની રાસાયણિક પ્રક્રિયા બાદ એમાંથી બચતી સોનાની રજકણો વેચાય છે, એ રીતે કોલંબોના ઝવેરીઓની દુકાનોમાં પણ બને છે. દુકાનોના બાથરૂમમાં ઘસી-ઘસીને સફાઈ કરવાથી ભેગી થતી માટી અને બીજી ગંદકી પર પણ એવી પ્રક્રિયા કરીને સોના-ચાંદીની રજકણો અલગ તારવવામાં આવે છે. ક્યારેક એમાં સોના-ચાંદીની રજકણોનું પ્રમાણ ખૂબ સારું હોય તો સારી કિંમત મળે અને ક્યારેક સાવ ઓછું પ્રમાણ હોય તો સાધારણ કિંમત પણ મળે. એ વેચતાં એ સફાઈ-કામદારને સારીએવી કિંમત મળે છે. જોકે સોના-ચાંદીની રજકણો સહેજ પણ ન હોય એવું ભાગ્યે જ બને છે.

international news offbeat news sri lanka