પંગુમ લંઘયતે ગિરિમ્...

03 September, 2020 11:56 AM IST  |  Mumbai | Mumbai correspondent

પંગુમ લંઘયતે ગિરિમ્...

પંગુમ લંઘયતે ગિરિમ્...

સાત વર્ષના બાળક કેડન થૉમસને સમાજ કલ્યાણનાં કાર્યો માટે ૧૫,૦૦૦ પાઉન્ડ (૧૪.૬૩ લાખ રૂપિયા) ભેગા કરવા માટે બ્રિટનના સૌથી ઊંચા પહાડનું આરોહણ કર્યું હતું. સેરિબ્રલ પૉલ્ઝી ધરાવતા કેડને ગયા શનિવારે સવારે નવ વાગ્યે અન્ય ટ્રેકર્સની જોડે બેન નેવિસ નામના પહાડ પર ચડવાનું શરૂ કર્યું અને સાંજે સાડાપાંચ વાગ્યે તે ૪૪૧૩ ફુટ ઊંચા શિખર પર પહોંચી ગયો હતો. રાતે સાડાદસ વાગ્યે કેડન અને તેના સાથીઓ પહાડ પરથી નીચે ઊતરી ગયા હતા.
કેડનનો જન્મ નવ મહિના પૂરા થવાનાં 12 અઠવાડિયાં પહેલાં થયો હતો. એ પ્રી-મૅચ્યોર બર્થ પછી ડૉક્ટરોએ તેના માતા-પિતાને કહી દીધું હતું કે આ બાળક ક્યારેય ચાલી નહીં શકે. પરંતુ કેડન દૃઢ નિર્ધાર, મનોબળ અને સંકલ્પથી બધી અડચણો પાર કરીને ચાલતો થયો હતો. ફિઝિયોથેરપી, સ્પીચ થેરપી, લૅન્ગ્વેજ થેરપી અને હાઇડ્રોથેરપીના સેશન્સ પૂરા કરીને તમામ અડચણોમાંથી પાર ઊતર્યા પછી કેડન હવે આત્મવિશ્વાસપૂર્વક અન્ય સામાન્ય બાળકોની સાથે રમે છે. તે ક્યારેક ફ્રેમ કે લાકડીના આધારે ચાલે છે. પરંતુ રમવા જાય ત્યારે સાત વર્ષની ઉંમરનાં અન્ય બાળકો જે રીતે રમે એ જ રીતે કેડન પણ રમતો હોય છે. કેડને જે પૈસા ભેગા કર્યા એ બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ, ફિઝિયોથેરપી ડિપાર્ટમેન્ટ અને સ્કોપ નામની સંસ્થાને દાનમાં આપવામાં આવ્યા છે.

international news offbeat news great britain