જવલ્લે જ જોવા મળતું અનોખું નર પણ અને માદા પણ એવું ઉભયલિંગી પક્ષી મળ્યું

10 October, 2020 09:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

જવલ્લે જ જોવા મળતું અનોખું નર પણ અને માદા પણ એવું ઉભયલિંગી પક્ષી મળ્યું

જવલ્લે જ જોવા મળતું અનોખું નર પણ અને માદા પણ એવું ઉભયલિંગી પક્ષી મળ્યું

પેન્સિલ્વેનિયાના પાઉડરમિલ નેચર રિઝર્વના જીવશાસ્ત્રીઓએ નર અને માદા બન્નેનાં અંગો તથા સક્રિય લક્ષણો ધરાવતું પક્ષી શોધી કાઢ્યું છે. ગ્રોસબીક નામના પક્ષીના નર કાળાં પીછાં અને ગુલાબી પાંખોવાળા હોય છે અને માદાઓનાં ખાખી કે કથ્થઈ પીછાં અને પીળા રંગની પાંખો હોય છે, પરંતુ પેન્સિલ્વેનિયાના પાઉડરમિલ નેચર રિઝર્વના જીવશાસ્ત્રીઓએ નર અને માદા બન્નેનાં સક્રિય લક્ષણ ધરાવતું ગ્રોસબીક પક્ષી શોધી કાઢ્યું છે. એના શરીરમાં જમણી બાજુ ગુલાબી અને ડાબી બાજુ પીળો રંગ છે.
શરીરના અડધા ભાગમાં નરનાં અને અડધા ભાગમાં માદાનાં લક્ષણો ધરાવતા આ પક્ષીને નાન્યતરની કક્ષામાં મૂકી શકાય એમ નથી, કારણ કે ગ્રોસબીક પક્ષીના આ પ્રકારમાં નર અને માદા બન્નેનાં લક્ષણ અને બન્નેનાં અંગો સક્રિય સ્થિતિમાં છે. શરીરના એક ભાગમાં વૃષણ હોય તો અંદર અંડાશય-બીજાશય પણ છે. બે શુક્રાણુઓ દ્વિગર્ભી ઈંડાને વિકસિત કરે ત્યારે આવો જીવ પ્રગટતો હોય છે એથી ઈંડામાં નર અને માદા બન્નેનાં રંગસૂત્રો વિકસે છે. વળી આવું બધાં પક્ષીઓમાં બનતું નથી. રોઝ બ્રીસ્ટેડ ગ્રોસબીક પક્ષીનો આવો પ્રકાર જવલ્લેજ જોવા મળે છે. પાઉડરમિલ બર્ડ રિઝર્વના જીવશાસ્ત્રીઓને ૬૦ વર્ષમાં આ પ્રકારનાં ૧૦ પક્ષી મળ્યાં છે.

international news offbeat news