સ્વિટ્ઝરલૅન્ડના એક શહેરમાં પડ્યો ચૉકલેટનો વરસાદ

20 August, 2020 08:32 AM IST  |  Mumbai | Mumbai correspondent

સ્વિટ્ઝરલૅન્ડના એક શહેરમાં પડ્યો ચૉકલેટનો વરસાદ

ચૉકલેટ વર્ષા

સ્વિટ્ઝરલૅન્ડના ઓલ્ટનમાં કેટલાક દિવસોથી આકાશમાંથી ચૉકલેટના ચૂર્ણનો વરસાદ પડી રહ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ દેશ વિશ્વની શ્રેષ્ઠ ચૉકલેટ્સના ઉત્પાદન માટે જાણીતો દેશ છે. પરંતુ ચૉકલેટ્સનો વરસાદ પડે એ વાત લોકોના માન્યામાં આવતી નહોતી. જોકે સરકારી સત્તાવાળાઓ અને એ વરસાદ માટે જવાબદાર કંપનીએ ખરેખર ચૉકલેટનો વરસાદ પડતો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. સ્વિટ્ઝરલૅન્ડના સોલોધમ કેન્ટન પ્રાંતના ઓલ્ટન શહેરની લિન્ટ ઍન્ડ સ્પ્રુએન્ગ્લી ચૉકલેટ ફૅક્ટરીના કોકો રેસ્ટિંગ લાઇનની કુલિંગ વેન્ટિલેશન સિસ્ટમ બગડી ગઈ હતી. એને કારણે ચૉકલેટનું ચૂર્ણ હવામાં ઊડી ગયું હતું. એ ઊડી ગયેલો ચૉકલેટ પાઉડર આકાશમાંથી વરસવા માંડતાં ઓલ્ટન શહેરના રહેવાસીઓને આશ્ચર્ય થયું હતું. 

international news switzerland offbeat news