પોર્ટુગીઝ પાદરી સવારે ચર્ચમાં ઉપદેશ આપે અને સાંજે DJ બનીને મોજ કરાવે છે

10 April, 2020 12:48 PM IST  |  Mumbai Desk

પોર્ટુગીઝ પાદરી સવારે ચર્ચમાં ઉપદેશ આપે અને સાંજે DJ બનીને મોજ કરાવે છે

કોરોના આઇસોલેશનમાં પાદરી માત્ર ડાહી-ડાહી વાતો જ કરે છે એવું જરૂરી નથી હોતું. તે ભક્તોને મનોરંજન પણ આપી શકે છે. એનો દાખલો પોર્ટુગલમાં બન્યો છે. પોર્ટુગલના ઉત્તર પ્રાંતમાં ૪૫ વર્ષના પાદરી ગિલેર્મ પિક્સોટોને સંગીતનો ખૂબ શોખ છે. તેમને સંગીતનો એવો જબરો શોખ છે કે તેઓ વેટિકનમાં પોપને મળવા ગયા ત્યારે તેમણે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુને કહેલું કે મારા હેડફોનને આશીર્વાદ આપો.

એ પાદરી પિક્સોટોએ તાજેતરમાં કોરોના રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા ઘરમાં પડ્યા રહેતા લોકોને મનોરંજન માટે ડિસ્ક જૉકીની માફક સંગીત પીરસવાનું શરૂ કર્યું છે. દિવસ દરમ્યાન તેઓ પાદરી બનીને ચર્ચનાં કામમાં વ્યસ્ત રહે છે અને લોકોને ઉપદેશ આપે છે, જ્યારે રોજ રાત પડ્યે સોશ્યલ નેટવિર્કંગ સાઇટ ફેસબુક પર તેઓ ડિસ્ક જૉકી બનીને મ્યુઝિકનું લાઇવ સ્ટ્રીમિંગ કરે છે.

international news offbeat news