ફ્લૉરિડામાં છત વીંધીને ઘરની અંદર ભારેખમ ટુકડો પડ્યો NASAએ કહ્યું કે આ તો સ્પેસ સ્ટેશનનો કાટમાળ છે

17 April, 2024 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે આ કાટમાળ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતાં જ નષ્ટ થઈ જાય છે

ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાંથી કાઢવામાં આવેલો કાટમાળ

ફ્લૉરિડાના નેપલ્સમાં રહેતા એલેહાન્દ્રો ઓટેરોના ઘરમાં ગયા મહિને ૭૦૦ ગ્રામની એક મેટલ જેવી વસ્તુ આકાશમાંથી ઊડતી આવી અને બે માળ ચીરીને જમીન પર પડી હતી. આ ઘટનામાં તેનો પુત્ર માંડ-માંડ બચી શક્યો હતો. હવે અમેરિકન સ્પેસ એજન્સી નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)એ એ વાતની પુષ્ટિ કરી છે કે આ ઑબ્જેક્ટ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાંથી કાઢવામાં આવેલો કાટમાળ હતો. એજન્સીએ ૨૦૨૧માં જૂની બૅટરીઓ વહન કરતા કાર્ગો પૅલેટને અંતરિક્ષમાં છોડ્યા હતા. સામાન્ય રીતે આ કાટમાળ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતાં જ નષ્ટ થઈ જાય છે, પણ આ વખતે ટુકડો પૃથ્વી પર આવી ગયો હતો. સ્પેસ-એજન્સીએ જણાવ્યું હતું કે અમે આ મામલે તપાસ કરીશું અને એન્જિનિયરિંગ મૉડલ્સને એ મુજબ અપડેટ કરીશું. એક રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે બૅટરીઓ NASAની માલિકીની હતી અને એ જૅપનીઝ સ્પેસ-એજન્સી દ્વારા લૉન્ચ કરાયેલા પૅલેટ સ્ટ્રક્ચર સાથે જોડાયેલી હતી.

offbeat videos offbeat news nasa