ઝાડની કપાયેલી ડાળીમાં મળી આવ્યું જીઝસ ક્રાઇસ્ટનું ચિત્ર

17 July, 2020 10:37 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ઝાડની કપાયેલી ડાળીમાં મળી આવ્યું જીઝસ ક્રાઇસ્ટનું ચિત્ર

ઝાડની કપાયેલી ડાળીમાં મળી આવ્યું જીઝસ ક્રાઇસ્ટનું ચિત્ર

બ્રાઝિલની માતો ગ્રોસો શહેરની મહાનગરપાલિકાના મેઇન્ટેનન્સ વર્કર્સને સ્થાનિક ઇતાકીરાઈ વિસ્તારમાં ઝાડની કાપેલી ડાળીમાં કોઈક અલગ આકાર દેખાયો હતો. એ આકારને તપાસતાં જીઝસ ક્રાઇસ્ટનું ચિત્ર કુદરતી રીતે ઊપસેલું જણાયું. શહેરના મોન્તે કોસ્તેલો ઉપનગરમાં રસ્તા પર વાહનવ્યવહારમાં નડતરરૂપ બનતી વૃક્ષોની ડાળીઓની કાપકૂપના કામના સુપરવાઇઝર ઓડિમાર સોઝા એ ડાળી તેમના ઘરે લઈ ગયા હતા.
ઓડિમાર સોઝાએ એ ચિત્રના બે-ત્રણ ફોટોગ્રાફ્સ લઈને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા. પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સની નીચે લખ્યું છે, ‘હું મારી હંમેશની ડ્યુટી મુજબ ઝાડની ડાળખીઓ કપાવતો હતો. અમારા કામગારોએ એક ડાળી કાપ્યા પછી પતંગિયા જેવી ડિઝાઇન દેખાઈ હતી. એ ડાળી કાપવાનું કામ પૂરું કરીએ એ પહેલાં યાંત્રિક કરવત તૂટી ગઈ. નવી કરવત ફરી લગાવ્યા પછી ફરી કાપવાનું કામ શરૂ કર્યું હતું. ડાળી કાપવાનું કામ પૂરું થતાં અમને પૂર્ણ ચિત્ર જોવા મળ્યું હતું.’
ઓડિમાર સોઝાએ પોસ્ટ કરેલી તસવીરો બ્રાઝિલના સોશ્યલ મીડિયા પર ફરી રહી છે. લાખો વ્યુઝ અને હજારો લોકોએ શૅર કરેલા એ ફોટોગ્રાફ્સ માટે લખાયેલી કમેન્ટ્સમાં તરેહતરેહના અભિપ્રાયો અને પ્રત્યાઘાત વ્યક્ત કરવામાં આવતાં વિવાદનો માહોલ સર્જાયો છે. કેટલાક કહે છે કે એ જીઝસ ક્રાઇસ્ટના પ્રતીકરૂપ ચિત્ર છે. કેટલાક કહે છે કે એ ખ્રિસ્તી ધર્મનું એક ચિહ્‍ન હોવાથી બાઇબલ વાંચીને એનું અર્થઘટન કરવું જોએઈ. કેટલાક કહે છે કે એ ચિત્ર પૃથ્વીવાસીઓને પાપ આચરવાનું બંધ કરવાનો સંદેશ આપે છે. ઇતિકીરાઈ સ્થિત ચર્ચના પાદરીઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરતા નથી, પરંતુ જીવશાસ્ત્રીઓ કહે છે કે વૃક્ષની વિકાસપ્રક્રિયા દરમ્યાન એના આંતરિક કોષોને ઈજા થતાં રહી ગયેલા ડાઘાનું એ ચિત્ર છે.

international news national news offbeat news