આ ભાઈએ રોજ ચૉકલેટ ખાઈને 1 વર્ષમાં 80 કિલો વજન ઉતાર્યું

09 January, 2019 08:45 AM IST  | 

આ ભાઈએ રોજ ચૉકલેટ ખાઈને 1 વર્ષમાં 80 કિલો વજન ઉતાર્યું

પહેલા આવા દેખાતા હતા મેથ્યુભાઈ

ઇંગ્લૅન્ડના વિડનેસ ટાઉનમાં રહેતા મૅથ્યુ હ્યુઝ નામના ૩૯ વર્ષના ભાઈનું વજન લગભગ ૧૮૪ કિલો થઈ ગયેલું. ગળ્યાં પીણાં અને બહારનું જન્ક-ફૂડ ખાવાની તેમની આદતને કારણે ચાર-પાંચ વર્ષના ગાળામાં જ તેમનું વજન ખૂબ જ વધી ગયેલું. મૅથ્યુએ વજન ઉતારવા માટે સ્ટિÿક્ટ ડાયટિંગ શરૂ કર્યું, પણ એ શરૂ થતાં જ એમાં ભંગાણ પડી જતું. ભાઈને ચૉકલેટ બહુ જ ભાવતી હતી.


ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમણે વજન ઉતારવા માટે નિયમિત કસરત અને ડાયટિંગ શરૂ કયાર઼્. જોકે એમાં તેમણે ખાસ નિયમ રોજ એક કિટકૅટ ખાવાનો લીધો. રોજ રાતે બે આંગળી જેટલી સાઇઝની કિટકૅટ ખાવાને કારણે તેમની સ્વાદેãન્દ્રયોને પણ સંતોષ મળતો અને આખો દિવસ કડક ડાયટિંગ પણ થઈ શકતું. રોજ રાતે ગ્રીન ટી પીને સૂઈ જવાની આદત પણ તેમણે રાખેલી. જોકે મૅથ્યુ અને તેની ગર્લફ્રેન્ડનું કહેવું છે કે રોજ ચૉકલેટ ખાવાને કારણે તેને ડાયટિંગ કર્યા છતાં બોરિંગ ફીલ ન થયું. ચૉકલેટ ફીલગુડ ઇફેક્ટ માટે જાણીતી છે અને રોજ એક કિટકૅટ ખાવાથી ડાયટિંગનો ટેમ્પો પણ જળવાયો.

આ પણ વાંચોઃ આવી રહી છે પર્વત પર ચાર પગે ચાલતી થઈ જાય એવી કાર

ગયા વર્ષે વજન ઉતારવાના સંકલ્પમાં તેમણે આ નક્કી કરેલું અને એક વર્ષમાં ભાઈએ લગભગ ૮૦ કિલોથી વધુ વજન ઘટાડી દીધું છે. તેમનું કહેવું છે કે ચૉકલેટ આઇડિયલ ડિઝર્ટ છે અને ડિઝર્ટ જ્યાં સુધી ડિઝર્ટની જેમ થોડીક માત્રામાં ખવાય તો એનાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.

 

offbeat news