માસ્ક ખેંચતા બાળકનો ફોટો થયો વાઈરલ, નેટિઝન્સ ગણાવે છે શુકનિયાળ ઘટના

16 October, 2020 05:14 PM IST  |  UAE | Gujarati Mid-day Online Correspondent

માસ્ક ખેંચતા બાળકનો ફોટો થયો વાઈરલ, નેટિઝન્સ ગણાવે છે શુકનિયાળ ઘટના

નવજાત બાળકે ખેંચ્યું ડૉક્ટરનું માસ્ક

આખા દેશમાં કોરોના વાઈરસે આતંક મચાવી દીધો છે. આવા કોરોના કાળમાં માસ્ક પહેરવો ફરજિયાત થઈ ગયો છે અને હવે તો લોકોને માસ્ક પહેરવું નૉર્મલ લાગી રહ્યું છે. જે લોકો ધાર્મિક રૂપથી આવું કરે છે તેઓ હંમેશા તેના મહત્વ વિશે વખાણ કરતા હોય છે. પરંતુ હવે પણ એવી અપેક્ષા પણ છે કે આવનારા સમયમાં માસ્ક પહેરવાથી આપણને મુક્તિ મળી જશે અને બહાર ખુલ્લી હવામાં રાહતી શ્વાસ લઈ શકીશું. કદાચ આ જ કારણે ઇન્ટરનેટ પર એક બાળકની તસવીર વાઈરલ થઈ છે, જેમાં ન્યૂ બૉર્ન બેબીએ ડૉક્ટરનો માસ્ક ખેંચી કાઢ્યો છે. લોકો આ તસવીરને અપેક્ષા અને સકારાત્મકતાના રૂપમાં જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર જોરદાર વાઈરલ થઈ રહી છે, જેમાં એક નવજાત બાળકની હરકત જોઈને આ આશા લગાવી શકાય કે કદાચ આવનારા સમયમાં બધાને માસ્કથી છૂટકારો મળી શકે છે. વાઈરલ ફોટોમાં નવજાત બાળક ડૉક્ટરના મોં પર પહેરેલા માસ્કને ખેંચતો નજર આવી રહ્યો છે.

વાઈરલ આ બ્લેક એન્ડ વાઈટ તસવીરને યૂએઈ સ્થિત dr.samercheaib દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવી છે. જેમાં એમણે લખ્યું છે, 'અમે બધા આ ઈશારાની રાહ જોઈ રહ્યા છીએ કે આપણને આ માસ્ક જલદીથી છૂટકારો મેળી શકે.'

આ તસવીર વાઈરલ થઈ ગઈ છે કારણકે આ ઘણો લોકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર શૅર કરવામાં આવી છે. લોકો આ તસવીર પર જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જો કે, મોટાભાગના લોકોએ લખ્યું છે કે આ ફોટાને જોઈને એવી અપેક્ષા છે કે આ એક પ્રતીક છે કે દુનિયા પાછી સામાન્ય થઈ જશે અને મહામારીને હરાવી દેશે અને આપણે બધા કોરોના મુક્ત થઈ જશુ.

બીજા યૂઝરે લખ્યું છે આ વર્ષની સુંદર તસવીર.. ભગવાની તમારી ઈચ્છા પૂરી કરે.

united arab emirates offbeat news hatke news international news