ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટમાં માંએ બાળકને ક્રુ મેમ્બર્સની મદદથી જન્મ આપ્યો

08 October, 2020 10:50 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટમાં માંએ બાળકને ક્રુ મેમ્બર્સની મદદથી જન્મ આપ્યો

નવજાત શિશુ સાથે ક્રુમેમ્બર

દિલ્હીથી બેંગલુરુ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. આ અંગે ઇન્ડિગોના હેન્ડલ પરથી તથા ફ્લાઇટના પાઇલટે પણ પોતાના હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું. તેમણે આ ઘટનાને પુષ્ટિ આપી હતી અને કહ્યું હતું કે, " દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી અમારી ફ્લાઈટ 6 ઇ 122માં બુધવારે સાંજે 7.40 વાગ્યે બાળકનો જન્મ થયો. બાળક પ્રિમેચ્યોર છે. જો કે માં અને બાળક બંને સ્વસ્થ છે. ડિલિવરી દરમિયાન ફ્લાઈટ ઓપરેશન સામાન્ય છે. આ પ્લેન સાંજે 7.40 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થયું. તમામને અભિનંદન."

સોશ્યલ મીડિયા પર ઓન ફ્લાઇટ જન્મેલો આ નાનકડો દીકરો જન્મતાં વેંત જ પૉપ્યુલર થઇ ગયો છે. આ મહીલા અંગે હજી એરલાઇન્સે વિગતો જાહેર નથી કરી પણ ડિલિવરી એરલાઇન્સના ટ્રેન્ડ ક્રૂ મેમ્બર્સે કરાવી હતી. બેંગલુરુ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ ઈન્ડિગોના ક્રૂ મેમ્બર્સે બાળક અને તેની માતાને અભિનંદન આપ્યા અને ભેટ પણ આપી. ફ્લાઇઠ લેન્ડ થઇ પછી જ્યારે મુસાફરો બહાર આવતા હતા ત્યારે પણ બાળક અને માતાને તાળીઓથી વધાવી લેવાયા હતા.

હવે એવી વાતો ચાલી રહી છે કે બાળકને ઈન્ડિગો એરલાઇન્સ તરફથી ફ્રી હવાઈ યાત્રાની ભેટ મળી શકે છે.

પ્લેનમાં જન્મ લેનાર અથવા તો કોઇપણ જાહેર ટ્રાન્સપોર્ટ પર જન્મ લેનાર બાળકોને તે ટ્રાન્સપોર્ટની મુસાફરી આખી જિંદગી મફત મળે છે એમ કહેવાય છે જો કે આ અંગે એરલાઇન્સે કોઇ સત્તાવાર જાહેરાત નથી કરી.

indigo offbeat news viral videos