40 ફીટ ઉંડી ખીણમાં ફસાયેલા પરિવારનો બોટલે બચાવ્યો જીવ, જાણો કેવી રીતે

14 September, 2019 09:59 AM IST  |  કેલિફોર્નિયા

40 ફીટ ઉંડી ખીણમાં ફસાયેલા પરિવારનો બોટલે બચાવ્યો જીવ, જાણો કેવી રીતે

40 ફીટ ઉંડી ખીણમાં ફસાયેલા પરિવારનો બોટલે બચાવ્યો જીવ

અમેરિકાના કેલિફોર્નિયામાં 40 ફીટ ઉંડી ખીણમાં ફસાયેલા પરિવારનો જીવ એક બોટલની મદદથી બચી ગયો. કર્ટિસ વિટસન, તેમની પત્ની અને તેમનો 13 વર્ષનો દીકરો કેલિફોર્નિયા ફરવા ગયા હતા. જે દરમિયાન તેઓ એક ઘાટીથી જઈને ત્યાંથી ઝરણાં સુધી જવા માંગતા હતા, પરંતુ ત્રીજા દિવસે તેઓ એક એવા ભાગમાં ફસાયા હતા, જ્યાં બંને તરફ 40 ફીટ ઉંચી દીવાલો હતા.

કર્ટિસને પહેલા તો કાંઈ દિમાગમાં ન આવ્યું,પરંતુ બાદમાં તેમણે એક બોટલ પર હેલ્પ લખ્યું. સાથે જ એક સ્લિપ સંદેશો લખ્યો કે,અમે અહીં ઝરણાં પાસે ફસાઈ ગયા છે, અમારી મદદ કરો. જેને બોટલમાં નાથીને ઝરણામાં ફેંકી દીધી. બોટલ વહીને 400 મીટર દૂર પહોંચી, જ્યાં કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલનું એક ગ્રુપ હાજર હતું. નસીબથી આ બોટલ તેમને મળી ગઈ. જે બાદ બચાવ દળ તરત જ મદદ માટે પહોંચ્યું અને પરિવારનો જીવ બચાવી લીધો.

કર્ટિસ જણાવે છે કે અમે લગભગ 4 કલાક સુધી ખાઈમાં ફસાયેલા રહ્યા. અમારા નસીબ સારા હતા કે એક જ વારમાં બોટલ સીધી ઝરણાં તરફ ચાસી ગઈ, નહીં તો કાંઈ પણ થઈ શકતું હતું. તેમણે કહ્યું કે અમે ઘાટીના એવા ભાગમાં ફસાઈ ગયા હતા જ્યાં બંને તરફ 40 ફીટ ઉંચી દીવાલો હતો. દોરડા વગર ત્યાંથી નીકળવું સંભવ નહોતું. અમારી પાસે દોરડા પણ નહોતા. એવામાં અમારી મુશ્કેલી વધી ગઈ હતી.

world news offbeat news hatke news