જપાનમાં કોરોના સામે આશાનું કિરણ જગાવતો મૅસ્કોટ

16 May, 2020 11:47 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

જપાનમાં કોરોના સામે આશાનું કિરણ જગાવતો મૅસ્કોટ

જપાનની હેલ્થ મિનિસ્ટ્રીએ આ મૅસ્કોટની સાથે લોકોમાં જૅપનીઝ ભાષામાં સંદેશો સ્પ્રેડ કર્યો છે

ક્યોતો યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી ૧૮૪૬ની સાલનું એક ડ્રોઇંગ હૅન્ડઆઉટ એની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. આ ડ્રૉઇંગમાં ઍમ્બી નામના દરિયામાં તરતા પૌરાણિક મત્સયકુળના રાક્ષસની છબિ છે. આ પાત્રમાં ઇન્ફેક્શન સામે લડવાનો પાવર છે એવી સ્થાનિકોમાં માન્યતા છે. આ ઍમ્બીએ આજકાલ જપાનના કોરોનાથી ભયભીત લોકોમાં આશા જગાવી છે. કહેવાય છે કે આ રાક્ષસે પ્લેગનો ખાતમો કરેલો. 

જપાનની હેલ્થ મિનિસ્ટ્રીએ આ મૅસ્કોટની સાથે લોકોમાં જૅપનીઝ ભાષામાં સંદેશો સ્પ્રેડ કર્યો છે જેમાં લખેલું છે કે, ‘તમે અજાણપણે વાઇરસ ફેલાવતા હોઈ શકો છો. માટે સભાનતાથી કોવિડ-૧૯નો સ્પ્રેડ અટકાવો.’

japan international news offbeat news