બોલો, પૉર્ન વિડિયોમાં મજા ન આવતાં વ્યક્તિએ પૉર્ન-સાઇટ પર કેસ કર્યો

19 January, 2020 09:02 AM IST  |  Mumbai Desk

બોલો, પૉર્ન વિડિયોમાં મજા ન આવતાં વ્યક્તિએ પૉર્ન-સાઇટ પર કેસ કર્યો

પ્રતીકાત્મક તસવીર

ન્યુ યૉર્કમાં રહેતા એક બધિર (સાંભળવામાં અસમર્થ) વ્યક્તિએ ત્રણ પૉર્ન વેબસાઇટ્‌સ પર વર્ગભેદભાવ કરવાનો આરોપ લગાવતો કેસ દાખલ કર્યો છે. વ્યક્તિએ પોતાની અરજીમાં કહ્યું છે કે સબટાઇટલ વગર હું વેબસાઇટ્‌સ પર મૂકવામાં આવેલી સામગ્રીની પૂરેપૂરી મજા ન માણી શક્યો. 

બ્રુકલિન ફેડરલ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં યારોસ્લાવ સુરીજ નામની વ્યક્તિએ પૉર્નહબ, રેડટ્યુબ અને યુપૉર્ન તથા એની કૅનેડિયન મુખ્ય કંપની માઇન્ડગિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે કે એ ‘અમેરિકન્સ વિથ ડિસએબિલિટી ઍકક્ટ’ (દિવ્યાંગો માટેના અમેરિકી કાયદા)નો ભંગ કરી રહી છે. આ અગાઉ પણ સુરીજ આ મામલે ફૉક્સ ન્યુઝ પર કેસ કરી ચૂક્યો છે.

સુરીજે ૨૩ પાનાંની અરજીમાં લખ્યું છે કે ‘સબટાઇટલ્સ વગર બધિર અને તેમના જેવા લોકો કે જેમની શ્રવણશક્તિ ઓછી હોય તેવા લોકો આવા વિડિયોની પૂરેપૂરી મજા માણી શકતા નથી, જ્યારે એની સરખામણીએ સામાન્ય લોકો આ વિડિયોની પૂર્ણ મજા માણી શકતા હોય છે. મારી માગણી છે કે પૉર્ન વેબસાઇટ્‌સ દરેક વિડિયોમાં સબટાઇટલ્સ આપે. તેમણે આ કંપનીઓ પાસેથી વળતર ચૂકવવાની પણ માગણી કરી છે. પૉર્નહબના વાઇસ પ્રેસિડેન્ટ કોરી પ્રાઇસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે વેબસાઇટ પર સબટાઇટલનો એક ઑપ્શન રહેલો હોય છે અને એની લિન્ક પણ આપવામાં આવી છે.

offbeat news international news