ઍન્ટાર્કટિકામાં ઉત્તરથી દક્ષિણ એકલા ચાલીને પાર કરનાર પહેલી વ્યક્તિ

28 December, 2018 08:38 AM IST  | 

ઍન્ટાર્કટિકામાં ઉત્તરથી દક્ષિણ એકલા ચાલીને પાર કરનાર પહેલી વ્યક્તિ

ચારે તરફ બરફની વચ્ચે ચાલીને કાપ્યું અંતર

અમેરિકાના ૩૩ વર્ષના એક્સ-ઍથ્લીટ કોલિન ઓબ્રૅડી અને બ્રિટિશ આર્મીના ૪૯ વર્ષના કૅપ્ટન લુઇસ રુડે ત્રીજી નવેમ્બરે ઍન્ટાર્કટિકાના સૌથી ઠંડા પ્રદેશને ચાલીને ચીરવાની સફર આરંભી હતી. બન્નેએ એક જ દિવસે પરંતુ એકલપંડે કોઈ જ સહાય વિના આ સફરની શરૂઆત કરી હતી. આવા સોલો-એક્સ્પીડિશનમાં હજી બે વર્ષ પહેલાં એક બ્રિટિશ આર્મી ઑફિસરે જીવ ગુમાવ્યો હતો. એમ છતાં આ બન્ને જાંબાઝોએ બર્ફીલા વિસ્તારને દોઢથી બે મહિનાની અંદર પાર કરી લેવાનું બીડું ઝડપ્યું હતું. અમેરિકાના કોલિન ઓબ્રૅડીએ બુધવારે ૧૫૦૦ કિલોમીટરની યાત્રા ચાલીને પૂરી કરી હતી. ઍન્ટાર્કટિકાને ચાલીને પાર કરવાનું એક્સ્પીડિશન ૫૪ દિવસમાં પૂÊરું થયું હતું. બીજી તરફ બ્રિટિશ આર્મી ઑફિસર લુઇસ રુડ પણ આજકાલમાં જ મિશન પૂÊરું કરીને આવી પહોંચે એવી સંભાવનાઓ છે.

 

offbeat news