કર્ણાટકની અજીબ કહાનીઃ લ્યો મળી નહીં લોન તો લગાડી દીધી બૅંકમાં આગ

11 January, 2022 01:06 PM IST  |  Karnataka | Gujarati Mid-day Online Correspondent

આરોપીની ધરપકડ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકમાં (Karnatak) લોન ન મળવાને કારણે એક વ્યક્તિએ બેંકને આગ લગાવી દીધી. મામલો હાવેરી જિલ્લાનો છે. આ વ્યક્તિએ ઘણી વખત બેંકમાં લોન માટે અરજી કરી હતી, પરંતુ વારંવાર રિજેક્ટ થવાથી વ્યક્તિ પરેશાન થઈ ગયો હતો. તેને આ અસ્વીકાર એટલો ઘૃણાસ્પદ લાગ્યો કે તેણે બેંકને આગ લગાવી દીધી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મામલો રવિવારનો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાગિનેલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 436, 477, 435 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બેંકમાંથી લોન લેવા માંગતો હતો, જેના માટે તેણે બેંકમાં અરજી કરી હતી. જોકે, બેંકે દસ્તાવેજોની ચકાસણી બાદ તેની લોનની અરજી ફગાવી દીધી હતી.
બેંકો દ્વારા દસ્તાવેજો અને કેટલાક અન્ય પરિમાણોની તપાસ કરીને પછી જ લોન સ્વીકારવામાં આવે છે. પોલીસ હવે આ કેસમાં આરોપીની પૂછપરછ કરી રહી છે.

offbeat news national news karnataka