લગભગ ૫૦ વર્ષ પહેલાં બટાટાના ખેતરમાં ખોવાઈ ગયેલી લગ્નની વીંટી મળી ગઈ

07 December, 2021 11:34 AM IST  |  Benbecula | Gujarati Mid-day Correspondent

પેગી મૅકસ્વિને તેની વીંટી પાછી મળવાની લગભગ આશા જ છોડી દીધી હતી

પેગી મૅકસ્વિન અને ડોનાલ્ડ મૅકફી

લગ્નની વીંટી, લગ્નનું પાનેતર કે સાડી વગેરે એવી વસ્તુ છે જેને આપણે વર્ષોવર્ષ સંભાળી રાખતા હોઈએ છીએ, કારણ કે એની સાથે આપણી લાગણીઓ જોડાયેલી હોય છે. 
ડોનાલ્ડ મૅકફીએ ૮૬ વર્ષની પેગી મૅકસ્વિનને ૫૦ વર્ષ પહેલાં પશ્ચિમી ટાપુઓમાં ખોવાયેલી  તેની લગ્નની વીંટી શોધી આપી હતી. પેગી મૅકસ્વિને તેની વીંટી પાછી મળવાની લગભગ આશા જ છોડી દીધી હતી. પેગી મૅક્સવિને કહ્યું કે આઉટર હેબ્રીડ્સમાં બેનબેક્યુલા પર બટાટા એકઠા કર્યા બાદ હું હાથનાં મોજાં પર લાગેલી માટી સાફ કરી રહી હતી ત્યારે મારી આંગળીમાંથી વીંટી સરકી ગઈ હતી, જેનું મને ધ્યાન જ નહોતું રહ્યું. 
જોકે વાત નીકળતાં તેણે વીંટીની વાત કરી હતી, પરિણામે તેના પાડોશમાં રહેતા ડોનાલ્ડ મૅકફીએ એને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી દીધું હતું. 
તેણે સતત ત્રણ દિવસ ૫૦૦૦ ચોરસ મીટરના વિસ્તારને વીંટી શોધવામાં વિતાવ્યા હતા. એક સમયનું બટાટાનું ખેતર હવે લોકોનો દારૂ પીવાનો અડ્ડો બની જતાં તેણે વીંટી શોધવા માટે બીજા ઘણા કચરાને તેમ જ ટિનના કૅનને ઉપરતળે કર્યા બાદ તેને વીંટી મળી હતી. ડોનાલ્ડ મૅકફીએ લગભગ સાતેક વર્ષ પહેલાં યુટ્યૂબ વિડિયો જોઈને મેટલ ડિટેક્ટિંગની શરૂઆત કરી હતી. 

offbeat news international news