નારાજ પત્નીને મનાવવા પતિએ છાતી પર ચીતરાવ્યું: હું જુઠ્ઠો અને દગાબાજ છું

08 January, 2019 09:23 AM IST  | 

નારાજ પત્નીને મનાવવા પતિએ છાતી પર ચીતરાવ્યું: હું જુઠ્ઠો અને દગાબાજ છું

પહેલા દગાબાજ, પછી ડેરિંગ બાજ!

લગ્ન કર્યા પછી જો બેમાંથી કોઈ એક વ્યક્તિ દગાબાજ નીકળે તો એ સંબંધને ફરીથી સાંધવો મુશ્કેલ છે. બ્રિટનમાં રહેતા જોસ ટૅરેસ નામના યુવકના લગ્નજીવનમાં પોતાની દગાબાજીને કારણે તોફાન મચ્યું હતું. તેણે પત્નીને મનાવવાના જાતજાતના પ્રયોગો કર્યા, પણ સફળતા ન મળી. આખરે બીજી જાન્યુઆરીએ ભાઈએ પોતાની છાતી પર પોતાના ગુનાઓનું લિસ્ટ ટૅટૂની જેમ છૂંદાવીને પત્નીને માની જવા માટે વિનવણી કરી. આ ટૅટૂની તસવીરો અને વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયાં છે. પોતાની છાતી પર પત્નીને જાણે પત્ર લખતો હોય એમ લાંબી ટેક્સ્ટ જોસભાઈએ ચીતરાવી છે. તેઓ લખે છે, ‘હું જોસ ટૅરેસ, બીજી જાન્યુઆરીએ મારી મરજીથી આ ટૅટૂ બનાવડાવી રહ્યો છું. હું મારી પત્ની પાસે પાછો જવા માગું છું અને મારાં લગ્નમાં મારા કારણે તેને સહેવી પડેલી પીડા અને દર્દના બદલામાં હું આ કામ કરું છું.’

જોસે જે ટૅટૂ-આર્ટિસ્ટને પસંદ કર્યો હતો તે અંગ્રેજી બરાબર જાણતો ન હોવાથી આ પત્રમાં સ્પેલિંગની એક-બે ભૂલ પણ રહી ગઈ છે એ માટે પણ ઇન્ટરનેટ-યુઝર્સે ચટાકેદાર કમેન્ટ્સ કરીને મજા લઈ લીધી હતી. અલબત્ત, ટૅટૂ આટલેથી અટકતું નથી. ભાઈએ પોતે કેવી-કેવી ભૂલો કરી છે એ પણ ટૅટૂમાં વર્ણવ્યું છે. જોસે લખાવ્યું છે, ‘હું જુઠ્ઠાડો છું, દગાબાજ અને ચાલબાજ છું, ધૂર્ત છું, સેક્સ-વર્કર્સને પસંદ કરું છું, બેઈમાન છું અને સન્માન કરતો નથી.’

આ પણ વાંચોઃ ૨૧ કરોડ રૂપિયામાં વેચાઈ ૨૭૮ કિલોની ટુના માછલી

આ વિડિયો અને તસવીરો વાઇરલ થયા પછી જોસને માફ કરી દેવાની ભલામણ તેની પત્નીને ઘણાબધા લોકોએ કરી છે.

offbeat news