બે સાપની લડાઈમાં વચ્ચે આવી મધમાખી, હેરાન કરી દેતો વીડિયો વાયરલ

22 October, 2019 03:16 PM IST  |  મુંબઈ

બે સાપની લડાઈમાં વચ્ચે આવી મધમાખી, હેરાન કરી દેતો વીડિયો વાયરલ

જુઓ સાપ વચ્ચેની લડાઈ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તમે પણ હેરાન થઈ જશો. વૃક્ષ પર લટકીને બે સાપ લડાઈ કરી રહ્યા હતા, ત્યારે જ એક મધમાખી તેમની વચ્ચે આવી ગઈ. આ વીડિયોને ટ્વિટર પર ઈવાનગેલાઈન કમિંગ્સે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, "મે કોરલ સ્નેક અને રેટલ સ્નેકની લડાઈ જોઈ છે. વચ્ચે મધમાથી આવી અને કોરલ સ્નેકને ડંખવાનું શરૂ કરી દીધું." સાપને ખાવાનો પ્રયાસ કરે છે.


17 ઑક્ટોબરે આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવામાં આવે છે કે એક સાપ બીજા સાપને ખાવાનો પ્રયાસ કરે છે. કોરલ સ્નેક રેટલ સ્નેકને તરત કાબૂમાં કરી લે છે, એ સમયે તે મધમાખી આવી જાય છે અને કોરલ સ્નેક પર હુમલો કરી દે છે. માખીથી પરેશાન થઈને તે રેટલ સ્નેકને છોડી દે છે.


આ વીડિયો સુધી અત્યાર સુધી 40 હજારથી વધુ વાર જોવાઈ ચુક્યો છે. હજારથી વધુ કમેન્ટ્સ આવી ચુક્યા છે. લોકો આ વીડિયોને ડરામણો અને ખતરનાક ગણાવી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે...

world news offbeat news