માફ કરજો તમારી સાઇકલ લઈ જાઉં છું, તમારુંય હૈયું પીગળી જશે આ પત્ર વાચીને

16 May, 2020 05:33 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

માફ કરજો તમારી સાઇકલ લઈ જાઉં છું, તમારુંય હૈયું પીગળી જશે આ પત્ર વાચીને

સાઇકલ લઈ જનાર મજૂરનો પત્ર

વિશ્વમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે ત્યારે અનેક દેશોમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યો છે દરમિયાન ભારતમાં પણ આજે લૉકડાઉનનો 53મો દિવસ છે. આ લૉકડાઉને કારણે મજૂરો માટે મુશ્કેલીઓ સતત વધતી જાય છે. લૉકડાઉન બાદ રોજગાર અને ભોજન-પાણી મેળવવા મથામણ કરતાં મજૂરો આખા દેશમાં છે. ત્યારે આ અંગે જોડાયેલી ઘટના વિશે માહિતી મળી છે કે ભરતપુરમાં એક વ્યક્તિની સાઇકલ લઇને મજૂર જતો રહ્યો છે, એટલું જ નહીં સાઇકલ લઈ જતી વખતે એક ચિઠ્ઠી પણ તેણે લખીને છોડી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પત્રમાં સમજાઇ એક પિતાની સ્થિતિ
સાઇકલ લઈ જનારા વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ જણાવતા સાઇકલ લઈ જવા અંગે માફી માગી છે. સાથે જ તેણે લઈ જવાનું કારણ અને તે સાઇકલ લઈ જઇ રહ્યો છે તે પણ જણાવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થતી આ ચિઠ્ઠીમાં શ્રમિકે નમસ્તેના સંબોધન સાથે શરૂઆત કરતા આગળ લખ્યું છે કે, "હું તમારી સાઇકલ લઈ જાઉં છું થઈ શકે તો મને માફ કરજો, કારણકે મારી પાસે ઘરે જવા માટે બીજું કોઇ જ સાધન નથી. અને મને એક બાળક છે, તેના માટે મારે આમ કરવું પડે છે મારું બાળક વિકલાંગ છે, ચાલી શકતો નથી, અમારે બરેલી સુધી પહોંચવાનું છે. તમારો કસૂરવાર, એક યાત્રી, એક મજૂર"

સાઇકલના માલિકે કહ્યું કે આનંદ છે સાઇકલ ખરેખર કોઇકના કામે લાગી
ચિઠ્ઠીમાં સ્પષ્ટપણે એક પિતાની મજબૂરી દેખાઇ આવે છે. ભરતપુર નિવાસી સાઇકલના માલિક સાહબ સિંહ પ્રમાણે, "સવારે સાઇકલ ગાયબ થયા પછી ચોરી થવાની શંકા હતી, પણ ત્યાર બાદ ઝાડું કાઢતી વખતે જાણવા મળ્યું કે, જરૂરિયાતમંદ વ્યક્તિ સાઇકલ લઈ ગઈ હોવાથી હવે કોઇ અફસોસ નથી. મને ખુશી છે કે સાઇકલ ખરેખર કોઇકના કામ આવી શકી છે." સાહબ સિંહે જણાવ્યું કે સાઇકલ ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ બહાર હતી, પણ તેમાંથી કોઇપણ વસ્તુને કોઇએ હાથ લગાડ્યો નથી.

lockdown national news offbeat news