માણસ જેવું બકરીનું બચ્ચું જન્મ્યું, લોકોએ ભગવાનની જેમ પૂજ્યું

10 April, 2021 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિચિત્ર દેખાતું આ પ્રાણી માત્ર ૧૦ મિનિટ જીવ્યું હતું, જોકે તેને દફનાવતાં પહેલાં સ્થાનિક લોકોએ એની પૂજા કરી હતી.

માણસ જેવું બકરીનું બચ્ચું જન્મ્યું, લોકોએ ભગવાનની જેમ પૂજ્યું

ગુજરાતના સોનગઢ તાલુકામાં તાપી નદીના કિનારે આવેલા સેલતીપાડા ગામમાં અજયભાઈ વસાવા નામના એક ખેડૂતના ઘરે એક બકરીના બચ્ચાનો જન્મ થયો હતો અને થોડી વારમાં જ એનું મૃત્યુ થયું હતું.તેના અસામાન્ય દેખાવના ફોટો-વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં કપડા પર સુવડાવેલા આ બાળકની બાજુમાં રાખવામાં આવેલી આરતીની થાળી જોઈ શકાય છે.
વિચિત્ર દેખાતા આ પ્રાણીને સામાન્ય બકરીની જેમ જ ચાર પગ અને બે કાન હતા. જોકે તેના શરીરનો બાકીનો હિસ્સો માનવીને મળતો આવતો હતો. વિચિત્ર દેખાતું આ પ્રાણી માત્ર ૧૦ મિનિટ જીવ્યું હતું, જોકે તેને દફનાવતાં પહેલાં સ્થાનિક લોકોએ એની પૂજા કરી હતી. બકરીના બચ્ચા સ્વરૂપે તેમના કોઈ પૂર્વજે ફરી જન્મ લીધો હોવાનું તેમનું માનવું છે.

offbeat news national news