25 March, 2026 02:24 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
નકલી ટ્રાન્સજેન્ડરની ટીમ
જયપુર પોલીસે નકલી ટ્રાન્સજેન્ડર લોકોની એક ગૅન્ગનો પર્દાફાશ કર્યો છે. આ કિન્નરો યુટ્યુબ વિડિયો જોઈને મેકઅપ કરવાનું તેમ જ તાળી પાડવાનું તથા આશીર્વાદ અને શાપ આપવાનું શીખ્યા હતા. આરોપીઓએ એક વાસ્તવિક ટ્રાન્સજેન્ડરને ગૅન્ગ-લીડર તરીકે નિયુક્ત કર્યો હતો, જેને ઉઘરાવવામાં આવેલા પૈસામાંથી એક ભાગ ગુરુદક્ષિણા (ભેટ) તરીકે આપવામાં આવતો હતો. આ ગૅન્ગ દિલ્હી-અજમેર હાઇવે પર લોકોને શાપ આપવાની ધમકી આપીને દર મહિને લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતી હતી. આ ગૅન્ગ મુખ્યત્વે નવાં વાહનો અને નવપરિણીત યુગલોનાં વાહનોને રોકીને અને તેમને ધમકી આપીને દર મહિને લાખો રૂપિયા ઉઘરાવતી હતી. લોકોની ફરિયાદો બાદ પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરીને આ નકલી કિન્નરોની ગૅન્ગના ૯ લોકોની ધરપકડ કરી છે.