રસ્તા પર દોડતાં-દોડતાં ઊડવા માંડે એવી ફ્લાઇંગ કાર આવી ગઈ

31 October, 2020 10:11 AM IST  |  Mumbai | Mumbai correspondent

રસ્તા પર દોડતાં-દોડતાં ઊડવા માંડે એવી ફ્લાઇંગ કાર આવી ગઈ

રસ્તા પર દોડતાં-દોડતાં ઊડવા માંડે એવી ફ્લાઇંગ કાર આવી ગઈ

પૂર્વ યુરોપના દેશ સ્લોવેકિયામાં ત્રણ મિનિટમાં કારમાંથી ઍરોપ્લેન બની જાય એવું વાહન વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં હવામાં ૧૫૦૦ ફુટની ઊંચાઈ પર એ વાહનનો સફળ પ્રયોગ થયો હતો. ઍરકાર નામે જાણીતા આ વાહનના વિડિયો વાઇરલ થયા છે. સ્લોવેકિયાની ક્લેઇન વિઝન નામની કંપનીએ યુટ્યુબ પર આ વિડિયો પોસ્ટ કર્યો છે. ફ્યુચરિસ્ટિક વેહિકલ ગણાવાતું આ વાહન સ્ટીફન ક્લેઇન નામના સંશોધનકારે વિકસાવ્યું છે. ૧૦૯૯ કિલો વજન ધરાવતા આ વાહનમાં ૨૦૦ કિલો વજન ઉપાડવાની ક્ષમતા છે. તેના ટેક-ઑફ અને લૅન્ડિંગ માટે ૯૮૪ મીટરનો રનવે બનાવવામાં આવ્યો છે. યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં એક સફેદ કાર રનવે પર દોડતી દેખાય છે. અમુક અંતરે પહોંચ્યા પછી એમાંથી પાંખો બહાર આવે છે અને એ ઊડવા માંડે છે. આ વિડિયો ખરેખર જોવાલાયક છે.

international news offbeat news