માદા અજગર ટૉવેલ ગળી જતાં મોકાણ સર્જાઈ

27 February, 2020 10:03 AM IST  |  Mumbai Desk

માદા અજગર ટૉવેલ ગળી જતાં મોકાણ સર્જાઈ

પૃથ્વી પર પ્રત્યેક જીવ એની ક્ષમતા પ્રમાણે જ કામ કરે છે. કહેવત છેને કે કાગડો ક્યારેય હંસની ચાલ ન ચાલી શકે અને જો એ એમ કરવાની કોશિશ કરે તો એનો પગ લચકાઈ જઈ શકે. બસ, આવું જ કઈક થયું મોન્ટી નામની આ ૧૮ વર્ષની માદા અજગર સાથે.

આ માદા અજગર બીચ પરનો ટૉવેલ ગળી જતાં એને તત્કાળ હૉસ્પિટલ લઈ જવી પડી હતી. હૉસ્પિટલે કઈ રીતે પાયથનના મોઢામાંથી ટૉવેલ બહાર કાઢ્યો એની વિડિયો ક્લિપ ફેસબુક પર શૅર કરી છે. સેશ (સ્મ‍ૉલ ઍનિમલ સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલ)એ શૅર કરેલા આ વિડિયોને એક ખૂબ જ અસામાન્ય અને વિશિષ્ટ ઘટના ગણાવી છે.

ટાૅવેલ મોન્ટીના આંતરડામાં ક્યાં સુધી પહોંચ્યો છે એ જોવા ફ્લેક્સિબલ એન્ડોસ્કોપ એના પેટ સુધી પહોંચાડતાં પહેલાં મોન્ટીને એનેસ્થેશિયા આપવામાં આવ્યો હતો. ટાૅવેલનો છેડો શોધવા માટે તેના પેટના રેડિયોગ્રાફ લેવામાં આવ્યા અને પછી હૉસ્પિટલની ઇન્ટર્નલ મેડિકલ ટીમની મદદથી લાંબો ફોરસેપ્સ પેટની અંદર સુધી પહોંચાડીને ટૉવેલને પકડીને બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો. મોન્ટી અને ટૉવેલ બન્ને હવે સુખરૂપ છે.

offbeat news international news