વૅનને ઘર બનાવીને ફરવા નીકળી પડેલું યુગલ રસ્તામાં અટવાઈ ગયું

09 May, 2020 10:03 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

વૅનને ઘર બનાવીને ફરવા નીકળી પડેલું યુગલ રસ્તામાં અટવાઈ ગયું

વૅનને ઘર બનાવીને ફરવા નીકળી પડેલું યુગલ રસ્તામાં અટવાઈ ગયું

શ્રેણીબદ્ધ કરુણ ઘટનાઓ પછી ૨૭ વર્ષના પેટ રશેલ અને તેની પત્ની હેનાએ ઇંગ્લૅન્ડ છોડવાનો નિર્ણય કર્યો હતો. એક બાળકના મૃત્યુ પછી ડિપ્રેશનમાં સરી પડેલા આ યુગલે તેમનું ઘર વેચીને ૩૦૦૦ પાઉન્ડ ખર્ચ કરીને સફેદ મર્સિડીઝ સ્પ્રિન્ટર વૅન ખરીદી હતી અને એમાં સુધારા કરીને એમાં જ ઘર બનાવી દીધું હતું. આ યુગલે પોતાના બે પુત્રો સાથે યુરોપ ભ્રમણ કરવાનો નિર્ણય લીધો અને બીચના કાર-પાર્કિંગમાં કાર મૂકીને સહેલગાહે નીકળ્યું હતું. 

તેમનું નવું ઘર માત્ર ૬૦ મીટરનું છે, જેમાં તેમના પરિવારના સભ્યો માટે બેડરૂમ અને કિચન તથા અન્ય સુવિધા ઉપલબ્ધ છે. લગભગ ગયા એપ્રિલથી આ પરિવાર આ જ રીતે રહેતો હતો, એ દરમ્યાન તેમણે પોતાની મૅરેજ-ઍનિવર્સરી પણ ઊજવી. જોકે કોરોના વાઇરસનો પ્રસાર સ્પેનમાં ફેલાતાં તેમણે ૭ અઠવાડિયાં સુધી તેમની વૅનમાં જ રહેવું પડ્યું હતું. પેટનું કહેવું છે કે આ ૭ અઠવાડિયાં ખૂબ કપરાં હતાં.

international news offbeat news