26 May, 2023 02:24 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
એલિયન્સનો મેસેજ મળ્યો, વેઇટ કહાની મેં ટ્વિસ્ટ હૈ
પૃથ્વીથી પર જીવન માટે સતત શોધ ચાલી રહી છે ત્યારે પૃથ્વી પર રહેલા ત્રણ રેડિયો ઍસ્ટ્રોનોમી ઑબ્ઝર્વેટરીઝે ગઈ કાલે બાહ્ય સ્પેસમાંથી એક મેસેજ મેળવ્યો હતો. આ સિગ્નલ મંગળ ગ્રહની આસપાસથી મોકલવામાં આવ્યો હતો. એની કન્ટેન્ટ અત્યારે જાણી શકાઈ નથી. જોકે શરૂઆતના એક્સાઇટમેન્ટથી વિરુદ્ધ આ મેસેજનું મૂળ બીજો ગ્રહ નથી. વાસ્તવમાં એલિયન્સ તરફથી ઍક્ચ્યુઅલ કમ્યુનિકેશન થાય તો એવી સ્થિતિનો અંદાજ લગાડવા માટે એને ઇરાદાપૂર્વક ટ્રાન્સમિટ કરવામાં આવ્યો હતો. આ એક્સરસાઇઝ વાસ્તવમાં ડ્રેસ-રિહર્સલ હતું, જેથી જો ખરેખર પરગ્રહ પરથી કોઈ મેસેજ આપણને મળે તો આપણી કેવી તૈયારી છે એનો અંદાજ લગાવી શકાય. કૅલિફૉર્નિયામાં એસઈટીઆઇ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઍસ્ટ્રોનોમર્સ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું.