07 August, 2025 12:43 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
કેરલાનો આ હોશિયાર વિદ્યાર્થી
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે માણસોનું ઘણું કામ સરળ કરી રહ્યું છે. આ ક્ષેત્રે સંશોધન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે કેરલામાં એક એક્સ્પો શરૂ થયો છે. એમાં એક વિદ્યાર્થીએ દિવ્યાંગોની મદદ થઈ શકે એવી પેન વિકસાવી છે જે ટૉક ટુ રાઇટ ડિવાઇસ છે. ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગના સ્ટુડન્ટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પાવર્ડ વૉઇસ ટૂ પેન સિસ્ટમ વિકસાવી છે. આ પૅનનો ઉપયોગ કરીને વ્યક્તિ જે બોલે એ કાગળ પર હસ્તલિખિત અક્ષરોમાં બદલી નાખે છે. શારીરિક રીતે અક્ષમ લોકો પોતાના વિચારોની અભિવ્યક્તિ શબ્દો દ્વારા કરી શકે એવી શોધ અજય નામના સ્ટુડન્ટે કરી છે. તેણે ચાર અન્ય દોસ્તોની સાથે મળીને આ ઇનોવેશન તૈયાર કર્યું છે.