મૅન્ગલોરમાં રીસાઇકલ્ડ પ્લાસ્ટિકની બેન્ચ

21 July, 2024 10:38 AM IST  |  Mangalore | Gujarati Mid-day Correspondent

પ્લાસ્ટિક સંપૂર્ણપણે ડિકમ્પોસ્ટ થતાં ૪૦૦ વર્ષ લાગે છે

ઇકો ફ્રેન્ડલી બેન્ચ

પ્લાસ્ટિક હોય કે માઇક્રોપ્લાસ્ટિક્સ, એનો યુઝ ઓછો થાય અને જો થાય તો એ રીસાઇકલ થઈને વધુ કચરો ન વધારે તો જ સસ્ટેનેબલ બને. કૅનેરા ઑર્ગેનાઇઝેશન ફૉર ડેવલપમેન્ટ ઍન્ડ પીસ દ્વારા મૅન્ગલોર શહેરમાં ઠેર-ઠેર ૩૦થી વધુ ઇકો-બ્રિક્સ ધરાવતી બેન્ચ મૂકવામાં આવી છે. આમ તો આ કામની ટેક્નૉલૉજી ૧૯૯૮માં ડેવલપ કરવામાં આવી હતી, પરંતુ એને સુચારુ રીતે અમલમાં ૨૦૧૯થી મૂકવામાં આવી છે. હવે મૅન્ગલોર શહેરમાં જ્યાં નજર પડશે ત્યાં પ્લાસ્ટિકની બૉટલની અંદર માઇક્રોપ્લાસ્ટિક્સ ભરીને એની ઇંટ બનાવીને એ ઇંટમાંથી બનાવેલી બેન્ચ જોવા મળશે. કહેવાય છે કે પ્લાસ્ટિક સંપૂર્ણપણે ડિકમ્પોસ્ટ થતાં ૪૦૦ વર્ષ લાગે છે એટલે એવો દાવો થઈ રહ્યો છે કે એ પબ્લિક બેન્ચ સેંકડો વર્ષ સુધી ટકશે.

offbeat news mangalore environment