અવયવો ખેંચી-તાણીને ઊંચાઈ વધારી આપતા ડૉક્ટર

28 July, 2021 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭ જુલાઈએ પોસ્ટ કરેલા એક વિડિયોમાં એ ડૉક્ટરે એક ક્લાયન્ટની હાઇટ ૫.૫ ઇંચથી વધારીને ૫.૮ ઇંચ કરી હોવાનો દાવો કર્યો હતો.

અવયવો ખેંચી-તાણીને ઊંચાઈ વધારી આપતા ડૉક્ટર

હાઇટ ન વધતી હોય એવાં બાળકો અને મોટેરાઓ માટે ઉપચાર શોધવાની મથામણ દુનિયામાં અનેક દાયકાઓથી ચાલે છે. ત્રણ-ચાર દાયકા પહેલાં ઊંટના ફોટોવાળું લેબલ ધરાવતા એક સિરપની ઘણી ડિમાન્ડ હતી. એ ઉપરાંત હાડકાંની વૃદ્ધિ માટે કૅલ્શિયમ ઉપયોગી હોવાની ચર્ચા અને તબીબી સલાહ સાંભળીને કૅલ્શિયમની ટીકડીઓ પર પણ લોકો ત્રાટક્યા હતા. સામાન્ય રીતે ૧૬ વર્ષની ઉંમર સુધી અને અપવાદરૂપ કિસ્સામાં ૨૦ વર્ષની ઉંમર સુધી વ્યક્તિની હાઇટ વધી શકે એવી માન્યતા છે. એ માન્યતાના આધારે લોકો કસરત અને દવા-ઉપચાર ચાલુ રાખે છે.
ડૉ. શબાબ મેહબૂબિયન નામના એક ડૉક્ટરે ટિક ટૉક વિડિયો બહાર પાડીને એવો દાવો કર્યો છે કે તેઓ સર્જરીમાં શરીરનાં અંગોને ખેંચી-તાણીને ૫.૬ ઇંચ સુધી હાઇટ વધારી શકે છે. એ સર્જિકલ ટ્રીટમેન્ટ માટે ૧,૫૫,૦૦૦ ડૉલર (અંદાજે ૧,૧૫,૪૦,૦૦૦ રૂપિયા)થી ૧,૬૦,૦૦૦ ડૉલર (અંદાજે ૧,૧૯,૧૨,૦૦૦ રૂપિયા) જેટલો તેમનો ચાર્જ હોવાનું ડૉ. મેહબૂબિયન કહે છે. કૅલિફૉર્નિયામાં તેઓ વર્ષે અંદાજે ૩૦થી ૪૦ હાઇટ લેગ્ધનિંગ પ્રોસીજર્સ કરે છે. ૭ જુલાઈએ પોસ્ટ કરેલા એક વિડિયોમાં એ ડૉક્ટરે એક ક્લાયન્ટની હાઇટ ૫.૫ ઇંચથી વધારીને ૫.૮ ઇંચ કરી હોવાનો દાવો કર્યો હતો.

offbeat news