એક એવો દેશ, જ્યાં નથી એક પણ સાંપ, આ છે તેની પાછળનું કારણ

20 September, 2019 06:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

એક એવો દેશ, જ્યાં નથી એક પણ સાંપ, આ છે તેની પાછળનું કારણ

પ્રતીકાત્મક તસવીર

આમ તો બ્રાઝીલને 'સાંપનો દેશ' કહેવામાં આવે છે, કારણ કે અહીયા એટલા બધાં સાંપ છે, જેટલા કદાચ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. પણ શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવો પણ દેશ છે, જે સાંપવિહીન છે. એટલે કે ત્યાં એક પણ સાંપ નથી. હા આયરલેન્ડ એક એવું દેશ છે, જ્યાં એક પણ સાંપ નથ, પણ તેની પાછળનું કારણ જાણશો તો તમે પણ ચકિત થઈ જશો.

આયરલેન્ડમાં સાંપ ન હોવાનું કારણ જાણતાં પહેલા તમને અહીંની કેટલીક રસપ્રદ વાતો પણ જણાવીએ. તમને જાણીને અચંબો થશે કે આયરલેન્ડમાં માનવજાતિના હોવાના પુરાવા 12800 ઇ.પૂ.થી પણ પહેલાના છે. આ સિવાય આયરલેન્ડની વધુ એક ખાસ વાત એ છે કે અહીં એક એવું બાર છે જે સાલ 900માં ખુલ્યું હતું અને તે આજે પણ ચાલે છે. તેનું નામ છે સીન્સ બાર.

ટાઇટેનિક બોટ વિશે તો તમે જાણો જ છો. આ વિશ્વની સૌથી મોટી બોટ હતી, જે 14 એપ્રિલ, 1912ના સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આ બોટને ઉત્તર આયરલેન્ડના બેલફાસ્ટ શહેરમાં બનાવવામાં આવી હતી. આયરલેન્ડ વિશે કહેવાય છે કે આજના સમયમાં ધરતી પર જેટલા પણ ધ્રુવીય ભાલુ જીવે છે, જો તેમના પૂર્વજો વિશે માહિતી મેળવવામાં આવે તો આ બધાં આયરલેન્ડમાં 50 હજાર વર્ષ પહેલા જીવતી એક ભૂરી માદા ભાલુના બાળકો છે.

હવે જાણીએ કે આયરલેન્ડ પર સાંપ કેમ નથી. હકીકતે, તેની પાછળ એક પૌરાણિક કથા પ્રચલિત છે. કહેવાય છે કે આયરલેન્ડમાં ઇસાઇ ધર્મની સુરક્ષા માટે સેંટ પેટ્રિક નામના એક સંતે એક સાથે આખા દેશના સાંપને ઘેરી લીધા અને તેને આ આયરલેન્ડ પરથી ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધા. તેમણે 40 દિવસ ભૂખ્યા રહીને આ કામ પૂરું કર્યું.

આ પણ વાંચો : બોલીવુડમાં જોવા મળતો પિતા-પુત્રીનો પ્રેમ

જો કે વૈજ્ઞાનિકો એવું માને છે કે આયરલેન્ડમાં ક્યારેય સાંપ હતાં જ નહીં. જીવાશ્મ અભિલેખ વિભાગમાં એવું કોઇ રેકૉર્ડ નથી, જેનાથી ખ્યાલ આવે કે આયરલેન્ડમાં ક્યારેક સાંપ હતા.

offbeat news