૩૦ દિવસમાં ૩૦ ડિઝની મૂવી જોવાની નોકરી અને પગાર ૭ ૧,૦૦૦ રૂપિયા

21 October, 2019 08:44 AM IST  |  મુંબઈ

૩૦ દિવસમાં ૩૦ ડિઝની મૂવી જોવાની નોકરી અને પગાર ૭ ૧,૦૦૦ રૂપિયા

તમે છો ડિઝનીના ફૅન?

ખરેખર કેટલીક નોકરીની જાહેરાત વાંચીને એમ થાય કે ઓહો આવી સુંદર જૉબ મળે તો પછી બીજું જોઈએ જ શું? એક વેબસાઇટે જાહેરાત આપી છે જેમાં ડિઝની મૂવીઝના રિવ્યુ રજૂ થાય છે. જાહેરાત મુજબ આ જૉબ માટે પાંચ ડિઝની ફૅન્સને હાયર કરવાના છે. તેમણે ૩૦ દિવસમાં ૩૦ મૂવીઝ જોવાની છે જેના તેમને ૭૧,૦૦૦ રૂપિયા મળશે. આ પૅકેજમાં મૂવી જોતી વખતે સાથે જરૂરી એક્સેસરીઝ પણ મળશે. જેમ કે એક વર્ષનું સ્ટ્રીમિંગ સર્વિસનું સબસ્ક્રિપ્શન, એક બ્લૅન્કેટ, ઇન્સ્ટન્ટ કૉફીના પાઉચ અને પૉપકૉર્ન પૉપર મશીન. ડિઝનીના મૂ‌વીરસિયાઓ માટે આ તો ખરેખર જ ડ્રીમ જૉબ થઈને?

offbeat news hatke news