૩૦ સેકન્ડમાં ૧૪૬ કિસનો રેકૉર્ડ

15 February, 2026 02:47 PM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના નિયમો મુજબ દરેક ચુંબનનો અવાજ આવવો જોઈએ અને જેનો અવાજ આવે એટલી જ કિસ કાઉન્ટ થઈ.

બ્રિટનની જર્નલિસ્ટ અને તેની પાર્ટનર

ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે ઊજવાયો. એ પહેલાં જ કિસ ડે ગયો. આ દિવસે બ્રિટનની જર્નલિસ્ટ અને તેની પાર્ટનરે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ કિસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. આ કપલમાંથી એક મહિલાએ બીજી મહિલાના ગાલ પર સતત ચુંબનો આપ્યાં હતાં. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના નિયમો મુજબ દરેક ચુંબનનો અવાજ આવવો જોઈએ અને જેનો અવાજ આવે એટલી જ કિસ કાઉન્ટ થઈ. એમ છતાં આ જોડીએ કિસ કરવામાં જબરી ઝડપ દેખાડી. ૩૦ સેકન્ડમાં ૧૪૬ વાર ગાલ પર કિસ કરી નાખતાં તેમના નામે ૩૦ સેકન્ડમાં સૌથી વધુ કિસનો વિશ્વવિક્રમ લખાઈ ગયો. 
આ પહેલાં સૌથી વધુ કિસનો રેકૉર્ડ જર્મનીના એક યુગલના નામે હતો. જર્મનીના યુગલે ૩૦ સેકન્ડમાં ૭૪ કિસ કરી હતી. જૂના રેકૉર્ડથી બ્રિટિશ કપલે લગભગ ડબલ કિસ કરી હતી. 

offbeat news great britain valentines day international news world news guinness book of world records