રસ્તા પર પિયાનો વગાડનાર ટાબરિયો થઈ ગયો ફેમસ

14 February, 2020 11:24 AM IST  |  Mumbai Desk

રસ્તા પર પિયાનો વગાડનાર ટાબરિયો થઈ ગયો ફેમસ

હૅરિસન ક્રૅન નામનો ૧૨ વર્ષનો છોકરો જે રસ્તા પર પિયાનો વગાડીને લોકોનું મનોરંજન કરતો હતો તે સોશ્યલ મીડિયામાં લોકપ્રિય થયા બાદ હવે શૉપિંગ મૉલ, ઍરપોર્ટ-લાઉન્જ તથા લિવરપુલ-વનમાં પિયાનો વગાડીને લોકપ્રિય થયો છે. તેની ધૂન એટલી કર્ણપ્રિય હતી કે પસાર થતા લોકો સાંભળવા માટે અટકી જતા હતા. અનેક લોકોએ તેનો વિડિયો પણ ઉતાર્યો હતો. હૅરિસને લિવરપૂલ-વનમાં તેમ જ લોકલ બૅન્ડમાં અને ઍરપોર્ટ પર પ્રવ‌ાસીઓ માટે પણ પિયાનો વગાડ્યો છે. ૨૦૧૮થી તેણે ડઝનેક વાર જાહેરમાં પર્ફોર્મન્સ આપ્યો છે. લગભગ ૬ મહિના પહેલાં તેના પિતા જોનાથને સોશ્યલ મીડિયા પર તેનો પિયાનો વગાડતો વિડિયો અપલોડ કર્યો હતો.

international news offbeat news