૨૦૦૦ સાપને બચાવનાર સ્નેક મૅન ખુદ સાપ કરડવાથી જ મૃત્યુ પામ્યો

04 May, 2025 10:38 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

એક રેસ્ક્યુ કૉલ પર ગયેલા જયકુમારને સાપે દંશ મારી દીધો હતો. એ સાપ એટલો ઝેરી હતો કે તેને હૉસ્પિટલ પહોંચાડાય એ પહેલાં જ તેનો જીવ જતો રહ્યો હતો

જયકુમાર સહાની

બિહારના સમસ્તીપુરમાં રહેતો જયકુમાર સહાની ઝેરી સાપોને રેસ્ક્યુ કરવાનું કામ કરતો હતો. ઝેરી સાપથી ખતરો હોવાથી લોકો એને મારી ન નાખે એ માટે તે જાગૃતિ ફેલાવવાનું કામ કરતો હતો. જંગલના જીવો અને ઝેરી સાપોને બચાવવાના કસમ ખાનારો જયકુમાર ‍‍‍‍જાહેર જગ્યાએ નીકળતા સાપ પકડવાનું કામ કરવા ૨૪ કલાક ખડેપગે રહેતો. જોકે એ જ નાગ વંશ તેના મોતનું કારણ બની ગયો. એક રેસ્ક્યુ કૉલ પર ગયેલા જયકુમારને સાપે દંશ મારી દીધો હતો. એ સાપ એટલો ઝેરી હતો કે તેને હૉસ્પિટલ પહોંચાડાય એ પહેલાં જ તેનો જીવ જતો રહ્યો હતો.

bihar wildlife national news news social media offbeat news