ખુરસીની મદદથી બિલાડીનો જીવ બચાવનારા કાકા ફેમસ થઈ ગયા

06 January, 2020 05:25 PM IST  |  Mumbai Desk

ખુરસીની મદદથી બિલાડીનો જીવ બચાવનારા કાકા ફેમસ થઈ ગયા

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક વિડિયોમાં વયસ્ક કાકા છાપરે ચડી ગયેલી એક બિલ્લીને મદદ કરતા જોવા મળે છે. વાત એમ છે કે બિલાડીબહેન છાપરે ચડી ગયા પછી ઊતરવું કઈ રીતે એ બાબતે ડરેલાં હતાં. ડરને કારણે નીચે કૂદકો મારતાં હિચકિચાટ અનુભવી રહેલી બિલાડીને સપોર્ટ આપવા માટે એક કાકા ખુરસીને ઊંચી કરીને ઊભા રહી જાય છે. એને કારણે બિલાડીએ ટૂંકો કૂદકો મારવાનો આવે છે. એ પછી પણ બિલ્લી થોડીક ખચકાય છે પણ પછી આખરે તે ખુરસીમાં કૂદી જ જાય છે. વૃદ્ધ કાકા એ ખુરસીને હળવેકથી જમીન પર લાવીને મૂકે છે અને બિલ્લી ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. 

આ ઘટના ક્યાંની છે એનો કોઈ ઉલ્લેખ વિડિયોમાં નથી, પરંતુ પહેલી વાર પાકિસ્તાની પેજ પર એ શૅર થયો હતો અને એ પછી તો લાખો લોકોએ કાકાની સંવેદનશીલતાના વખાણ બેમોંએ કર્યા હતા.

offbeat news