સાપથી ભરેલા પાણીમાંથી માણસને બહાર કાઢવા ઉરાંગઉટાંગે મદદ કરી

10 February, 2020 11:43 AM IST  |  Mumbai Desk

સાપથી ભરેલા પાણીમાંથી માણસને બહાર કાઢવા ઉરાંગઉટાંગે મદદ કરી

માનવી અને પ્રાણી એકમેકને કામ આવે એવી અનેક ઘટના બની છે. માનવીઓનો પશુપ્રેમ જાણે સામાન્ય વાત છે, પણ ઘણી વાર જંગલી પશુઓ પણ માનવીની સહાય કર્યાના દાખલા મળી આવે છે.
હાલમાં જ સોશ્યલ મીડિયામાં સાપથી ભરેલા પાણીમાં ફસાયેલી એક વ્યક્તિની મદદ કરવા ઉરાંગઉટાંગ હાથ લંબાવી રહ્યો હોય એવો ફોટો વાઇરલ થયો છે. આ હૃદયસ્પર્શી ફોટો પોતાના મિત્રો સાથે બોર્નિયોમાં સંરક્ષિત વનમાં ફરવા નીકળેલા ફોટોગ્રાફર અનિલ પ્રભાકરે લીધો છે.
અનિલ પ્રભાકરે જણાવ્યું કે વૉર્ડનને આ જંગલમાં સાપ હોવાની માહિતી મળતાં તે સાપને હટાવવા માટે આવ્યો હતો. સાપ ભરેલા પાણીમાંથી વૉર્ડનને બચાવવા માટે એક ઉરાંગઉટાંગ હાથ લંબાવી રહ્યો હોય એ ક્ષણને અનિલે કૅમેરામાં કેદ કરી લીધી હતી.
બોર્નિયા ઉરાંગઉટાંગ સર્વાઇવલ ફાઉન્ડેશન એ ઇન્ડોનેશિયાનું એક એનજીઓ છે. ૧૯૯૧માં સ્થપાયેલા આ એનજીઓમાં ૪૦૦ લોકો કામ કરે છે અને તેઓ ૬૫૦થી વધુ ઉરાંગઉટાંગનું ધ્યાન રાખે છે.

international news offbeat news