જ્યાં સુધી રેકૉર્ડ નહીં બને, પીપડામાંથી નહીં ઊતરું

19 January, 2020 07:58 AM IST  |  Mumbai Desk

જ્યાં સુધી રેકૉર્ડ નહીં બને, પીપડામાંથી નહીં ઊતરું

‘શોલે’માં જેમ ધર્મેન્દ્ર ટાંકી પર ચડીને જીદે ચડે છે એવું જ કંઈક સાઉથ આફ્રિકાના ડલસ્ટ્રૂમમાં બાવન વર્ષના વર્નોન ક્રુગર નામના ભાઈએ કર્યું છે. ૧૯૯૭માં આ ભાઈ ખુલ્લા મેદાનની વચ્ચે એક પોલની ટોચ પર બાંધેલા પીપડામાં લગાતાર ૫૪ દિવસ સુધી ઊભા રહેવાનો રેકૉર્ડ ધરાવે છે. પોતાના જ આ રેકૉર્ડથી હજી તેમને ધરવ નથી થયો એટલે તેઓ ૨૦૧૯ની ૧૪મી નવેમ્બરે ફરીથી નવો રેકૉર્ડ સ્થાપવા માટે ફરીથી પોલ બાંધીને પીપડામાં ચડી ગયા છે. વીસમી જાન્યુઆરીએ તેમને પોલ પર ઊભા રહેવાના ૬૪ દિવસ પૂરા થશે. ત્યાં સુધી વર્નોનભાઈ પોલ પરથી ટસના મસ થવા માગતા નથી.

international news offbeat news