બાળકો પર નજર રાખવા માટે ચીનની સ્કૂલે બનાવ્યા ચિપવાળા યુનિફૉર્મ

30 December, 2018 11:31 AM IST  | 

બાળકો પર નજર રાખવા માટે ચીનની સ્કૂલે બનાવ્યા ચિપવાળા યુનિફૉર્મ

ચીનમાં બાળકોની સુરક્ષા માટે યુનિફૉર્મમાં ખભા પર ચિપ લગાવી છે

ચીનમાં બાળકોની સુરક્ષા માટે તેમની દરેક હિલચાલ પર નિગરાની રાખી શકાય એ માટે ખાસ પ્રકારના યુનિફૉર્મ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. ૧૫૦૦ રૂપિયાના આ યુનિફૉર્મમાં ખભા પર ચિપ લાગેલી છે. આ ચિપ સ્કૂલના ગેટ પર લાગેલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ દ્વારા રેગ્યુલેટ થાય છે. ચીને ત્રણ વર્ષ પહેલાં સ્કાયનેટ નામે સર્વેલન્સ સિસ્ટમ બનાવી હતી જેમાં ગણતરીની સેકન્ડમાં જે-તે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ થાય એ માટે બે કરોડ જેટલા કૅમેરા લાગેલા હોય છે. આ સિસ્ટમ ત્રણ સેકન્ડમાં લગભગ ૧.૪ અબજ લોકોને આઇડેન્ટિફાય કરી લઈ શકે છે. ચીનના ગુઇઝોઉમાં આવેલી ગુઆન્યુ ટેક્નૉલૉજી કંપનીએ સ્માર્ટ યુનિફૉર્મ બનાવ્યા છે. આ યુનિફૉર્મથી સ્ટુડન્ટ્સ સ્કૂલમાં પ્રવેશે અને નીકળે એ વખતની થોડીક સેકન્ડ્સની રેકૉર્ડ કરી લે છે અને ચિપ સાથે સંકળાયેલા તેમના ટીચર્સ અને પેરન્ટ્સને મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ઍપ દ્વારા આ હલચલની માહિતી મળી જાય છે. બે વર્ષથી આ યુનિફૉર્મ પર સંશોધન ચાલી રહ્યું હતું.

china offbeat news hatke news