દુનિયાની સૌથી અઘરી રૉઇંગ રેસ પૂરી કરીને વિક્રમ બનાવ્યો ત્રણ ભાઈઓએ

20 January, 2020 09:16 AM IST  |  Mumbai Desk

દુનિયાની સૌથી અઘરી રૉઇંગ રેસ પૂરી કરીને વિક્રમ બનાવ્યો ત્રણ ભાઈઓએ

સ્કોટલૅન્ડના મૅક્લીયૉન્સ બંધુઓ ૨૭ વર્ષના ઇવાન, ૨૬ વર્ષના જૅમી અને ૨૧ વર્ષના લચાને ઍટલાન્ટિક ચૅલેન્જ સ્પર્ધામાં સામેલ થઈને ૩૫ દિવસમાં ૩૦૦૦ દરિયાઈ માઇલ્સ રોઇંગ કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. ૨૮ ફુટ લાંબી ૫૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૪૬.૨૩ લાખ રૂપિયા)ની રૉઇંગ બોટમાં બે કલાક રોઇંગ અને એક કલાક ઊંઘવાનો ક્રમ રાખીને આ વિક્રમ સ્થાપવામાં આવ્યો હતો. શાર્ક માછલીઓની ગીચ વસ્તી ધરાવતા સમુદ્રમાં ૪૦ ફુટ ઊંચાં મોજાં ઊછળતાં હોય અને ૪૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનનો તાપ સહન કરતાં ત્રણ ભાઈઓએ લા ગોમેરાથી કૅરિબિયન ટાપુ એન્ટિગાસ્થિત નેલ્સન્સ હાર્બર સુધી પ્રવાસ કર્યો હતો. ૧૨ ડિસેમ્બરથી શરૂ કરેલા સાહસની ૩૫ દિવસના પ્રવાસ પછી પૂર્ણાહુતિ થઈ એટલા વખતમાં મૅક્લીયૉન્સ બંધુઓએ શરીર પર ચાઠાં અને ફોલ્લા પડવા ઉપરાંત સી સિકનેસ જેવી વ્યાધિઓનો સામનો કર્યો હતો. તે બંધુઓ રોજ ૧૨,૦૦૦ કૅલરી ખર્ચતા હતા અને શરીરનું ૨૦ ટકા વજન ગુમાવતા હતા.

offbeat news international news