અમેરિકાના આ ભાઇએ ૨૭ લાખ બૅઝબોલ કાર્ડ ભેગા કરી વિક્રમ કર્યો

05 January, 2020 01:09 PM IST  |  Mumbai Desk

અમેરિકાના આ ભાઇએ ૨૭ લાખ બૅઝબોલ કાર્ડ ભેગા કરી વિક્રમ કર્યો

અમેરિકાના ઇડાહો સ્ટેટના રહેવાસી ૩૪ વર્ષના પૉલ જૉન્સે ૨૭ લાખ કરતાં વધારે બેઝબૉલ કાર્ડ્ ઝ સંગ્રહ સાથે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્ સ વિક્રમ નોંધાવ્યો છે. પૉલ જૉન્સનો બેઝબૉલના ખેલ પ્રત્યેનો પ્રેમ ૧૦ વર્ષની ઉંમરથી શરૂ થયો અને એ જ ઉંમરથી કાર્ડ્ સ ભેગાં કરવાનું શરૂ કર્યું હતું. પૉલ જૉન્સ ફેસબુક જેવા સોશ્યલ મીડિયા તથા અન્ય માધ્યમો દ્વારા શિયાળામાં ખેલાડીઓનો સંપર્ક સાધીને કાર્ડ પર તેમના ઑટોગ્રાફ્સ મેળવે છે. વસંત ઋતુ અને ઉનાળામાં પૉલ તેના પપ્પા સાથે બેઝબૉલની મૅચ જોવા જાય છે. ત્યાં તે બન્ને રૂબરૂ ખેલાડીઓના ઑટોગ્રાફ્સ મેળવવાનો પ્રયાસ કરે છે.

offbeat news united states of america