હેલ્થકૅર વર્કર યુગલની આ તસવીર ભલભલાને હલબલાવી નાખનારી છે

10 April, 2020 01:05 PM IST  |  Mumbai Desk

હેલ્થકૅર વર્કર યુગલની આ તસવીર ભલભલાને હલબલાવી નાખનારી છે

બન્નેએ હેઝમેટ સૂટ, પ્રોટેક્ટિવ ગિયર, ગ્લવ્ઝ અને માસ્ક પહેરેલાં છે અને એકમેકની આંખોમાં આંખ નાખીને પરસ્પરને સધિયારો આપતાં જણાય છે

કોરોના જેવા અતિચેપી અને સ્પર્શમાત્રથી ફેલાતા વાઇરસનો ભોગ બનેલા દરદીઓ માટે દિવસ-રાત કામ કરતા ડૉક્ટરો અને હેલ્થકૅર વર્કરોના સાહસ અને જઝબાને બિરદાવવા માટે શબ્દો ટૂંકા પડે છે. સતત ક્રિટિકલ દરદીઓની સેવામાં ખડેપગે રહેતા આ ડૉક્ટરોને પણ ક્યાંક અને ક્યારેક હૂંફ અને સથવારાની જરૂર પડતી હશેને? તાજેતરમાં એક ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં પોસ્ટ થયો છે. સુધા રમન નામના ટ્વિટર-યુઝરે લખ્યું છે, ‘સલામ છે કોવિડ-19ને હરાવવા માટે દિવસ-રાત એક કરનારા હેલ્થકૅર કોરોના વૉરિયર્સને.’
આ તસવીરમાં એક યુગલ પરસ્પરને હિંમત આપતું જોવા મળે છે. બન્નેએ હેઝમેટ સૂટ, પ્રોટેક્ટિવ ગિયર, ગ્લવ્ઝ અને માસ્ક પહેરેલાં છે અને એકમેકની આંખોમાં આંખ નાખીને પરસ્પરને સધિયારો આપતાં જણાય છે. 

હેલ્થકૅર વર્કર તરીકેની ફરજ બજાવતા યુગલની ભાવનાત્મક પળોની તસવીર વાઇરલ થઈ છે. ગ્લવ્ઝ પહેર્યાં હોય ત્યારે જ તેઓ એકમેકને સ્પર્શ કરી શકે છે.

international news offbeat news coronavirus covid19