આ રશિયન વર્લ્ડ ચૅમ્પિયન બૉડી-બિલ્ડરનાં બાવડાં તેના પતિ કરતાં મોટાં છે

11 December, 2019 01:06 PM IST  |  Mumbai Desk

આ રશિયન વર્લ્ડ ચૅમ્પિયન બૉડી-બિલ્ડરનાં બાવડાં તેના પતિ કરતાં મોટાં છે

રશિયાના ચિતા શહેરમાં રહેતી ૨૮ વર્ષની પાવરલિફ્ટર નતાલિયા કુઝનેત્સોવા ટીનેજમાં પ્રવેશી ત્યારથી ફિગરને નમણું નહીં, પણ કસાયેલું બનાવવામાં લાગેલી. ૧૪ વર્ષની વયે તે જિમ્નૅશ્યમમાં જવા માંડી અને ૧૫ વર્ષની વયે તો તે સ્થાનિક બૉડી-બિલ્ડિંગ સ્પર્ધામાં જીતી પણ હતી. તે ૨૦૧૪માં જિમ્નૅસ્ટિક્સમાં આર્મ લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસિંગની વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી હતી. તેનું જીવન બૉડી-બિલ્ડિંગને સમર્પિત છે, જ્યારે તેનો પતિ બીજા ક્ષેત્રનો છે. સામાન્ય રીતે જુદા-જુદા ક્ષેત્રનાં બે પાત્રો લગ્ન કરે તો એમાં બન્ને પાત્રોના સ્ટેટસની સરખામણી શરૂ થાય છે. સગાંસંબંધી ચર્ચા કરે એ પહેલાં એ બન્નેના અહંના પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ નતાલ્યાએ પહેલેથી એ મુદ્દાને બિનમહત્ત્વપૂર્ણ બનાવી દેતાં જાહેરાત કરી હતી કે મારા પતિનાં બાવડાંના મસલ્સ મારા મસલ્સ કરતાં ઓછા ઊપસેલા હશે તો ચાલશે, કારણ કે લગ્નજીવન પરસ્પર પ્રેમ, હૂંફ અને આધાર આપવાનો સંબંધ છે. હકીકતમાં તેનો પતિ ભરાવદાર છે, પણ નતાલિયા જેવો મસલપાવર નથી ધરાવતો. જોકે એનો તેને કોઈ અફસોસ નથી.

offbeat news