ઈટાલીની આ રેસ્ટોરાં વેચે છે તળેલી હવા

20 February, 2019 08:47 AM IST  |  ઈટાલી

ઈટાલીની આ રેસ્ટોરાં વેચે છે તળેલી હવા

આ રેસ્ટોરાં સર્વ કરે છે તળેલી હવા

ઈટાલીના કૅસ્ટલ્ફ્રાન્કો વેનેટો ટાઉનમાં એક રેસ્ટોરાં છે જેના મેનુમાં લખાયેલી વાનગીનું નામ સાંભળીને આશ્ચર્ય થાય એમ છે. નામ છે અરિઆ ફ્રિટા, મતલબ કે ફ્રાઇડ ઍર. જરાક વિચાર તો કરો કે હવા કેવી રીતે તળીને અપાતી હશે? ફેવા નામની આ રેસ્ટોરાંના હેડ શેફ નિકોલા ડિનાટોનું કહેવું છે કે આ વાનગી માત્ર હવાથી નથી બની, પણ એમાં હવાનો બહુ મોટો ફાળો છે. સાબુદાણા જેમાંથી બને એ કદની સ્કિનમાંથી આ વાનગી બને છે. એ સ્કિનને પહેલાં બેક અને પછી ડીપ ફ્રાય કરીને એ તૈયાર થાય છે. તળવાની પ્રક્રિયા દરમ્યાન એમાં ખાસ ઓઝોન વાયુનો ઉપયોગ થાય છે. તળતાં પહેલાં શેકેલી સ્કિનની અંદર દસ મિનિટ સુધી ઓઝોન વાયુ ભરવામાં આવે છે આને કારણે એનો ખાસ ટેસ્ટ ડેવલપ થાય છે. એ પછી આ ફ્રાઇડ સ્કિનને કૉટન કૅન્ડી એટલે કે આપણે જેને બુઢ્ઢીના બાલ તરીકે ઓળખીએ છીએ એવી વાનગીની વચ્ચે મૂકીને પીરસવામાં આવે છે. એને કારણે ડિશમાં વાદળાંની વચ્ચે હવા પીરસવામાં આવી હોય એવું લાગી શકે છે. આ વાનગીનું એક સર્વિંગ ૩૦ ડૉલર એટલે કે લગભગ ૨૦૦૦ રૂપિયાનું છે.

italy offbeat news hatke news