હજી ગામમાં વીજળી નથી આવી, છતાં ગામલોકોને વીજળીનું બિલ મળી ગયું!

22 September, 2019 10:28 AM IST  |  મુંબઈ ડેસ્ક

હજી ગામમાં વીજળી નથી આવી, છતાં ગામલોકોને વીજળીનું બિલ મળી ગયું!

વીજળી આવી નહીં અને બિલ આવી ગયું

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે વીજળી ન વાપરી હોય એમ છતાં લાંબુલચક વીજળીનું બિલ ઘરે આવી જાય. જોકે છત્તીસગઢના બલરામપુર તાલુકાના સોનાવાલ ગામના પટેડીપારા વિસ્તારમાં તો વીજળીનું કનેક્શન આવે એ પહેલાં જ લોકોના ઘરે બિલ પહોંચી ગયા. વાત એમ છે કે હજી લોકોના ઘરમાં વીજળી પહોંચી પણ નથી, પરંતુ તેમના ઘરે વીજળી વાપર્યાનું બિલ આવી ગયું છે. તેમના ઘરોમાં આજેય બાળકો દીવાના અજવાળે ભણે છે એમ છતાં વીજળી વિભાગે તેમને બિલ મોકલી દીધું છે. તેમના ઘરોમાં વીજળીની સપ્લાય થતી જ નથી. આ મામલે જિલ્લાના કલેક્ટર સંજીવ કુમાર ઝાનું કહેવું છે કે આવું કઈ રીતે થયું એની તપાસ કરવામાં આવશે અને લોકોની ફરિયાદ પર જરૂર ધ્યાન આપવામાં આવશે. આવું કંઈ પહેલી વાર કોઈ ગામમાં થયું છે એવું નથી. ઝાલપી પારા ગામમાં પણ વીજળીના મીટર લગાવ્યાના બે મહિના પછીયે વીજળી નહોતી આવી અને છતાં લોકોને ૫૦૦થી ૬૦૦ રૂપિયાનું બિલ થમાવી દેવામાં આવેલું.

offbeat news